જામનગરમાં નવરાત્રીના આયોજન માટે રાજકોટના યુવાન પાસેથી રૂ.12.50 લાખ પડાવી વધુ રકમ માટે ધમકી
જામનગર, 27 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં ગત વર્ષોમાં નવરાત્રીના આયોજન માટે વાવડી ગામના જમીન મકાન લે-વેચના ધંધાર્થી પાસેથી ૧૨.૫૦ લાખ જેવી રકમ મેળવીને એ પછી ૫ લાખ આપી અને બાકીની રકમ પરત નહીં આપતા ચેક રીટર્નનો કેસ કરવામાં આવ્યો હતો. જે કેસ પાછો ખેચી લેવા
ફરિયાદ


જામનગર, 27 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં ગત વર્ષોમાં નવરાત્રીના આયોજન માટે વાવડી ગામના જમીન મકાન લે-વેચના ધંધાર્થી પાસેથી ૧૨.૫૦ લાખ જેવી રકમ મેળવીને એ પછી ૫ લાખ આપી અને બાકીની રકમ પરત નહીં આપતા ચેક રીટર્નનો કેસ કરવામાં આવ્યો હતો. જે કેસ પાછો ખેચી લેવા જામનગરના શખ્સે દબાણ કરી તેમજ ફરીયાદીને બદનામ કરવા ખોટા વીડિયો બનાવીને યુટયુબ ચેનમાં મુકશે તેવી ધમકી આપી વધુ રકમની માંગણી કર્યાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે. વિધિવત ગુનો દાખલ થતા શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

રાજકોટના વાવડી ગામમાં તપન હાઇટસની બાજુમાં રહેતા અને જમીન મકાન લે-વેચના ધંધાર્થી અર્જુન રણધીરભાઇ ડવ નામના યુવાને ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં જામનગરના સંજય ચેતરીયા તથા તપાસમાં ખુલે એ તમામ સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે સીટી-બી પીઆઇ એન.એમ. ગઢવી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ફરીયાદની વિગત અનુસાર વાવડી ગામમાં રહેતા જમીન મકાનના લે-વેચના ધંધાર્થી અર્જુનભાઇ ડવને થોડા વર્ષો પહેલા આરોપી સંજય સાથે પરિચય થયો હતો એ પછી મળ્યા હતા, દરમ્યાનમાં આરોપીએ વર્ષ ૨૦૨૩માં નવરાત્રીના આયોજન માટે રૂપીયાની જરૂરીયાત હોવાનું જણાવ્યુ હતું અને નવરાત્રી આયોજન માટે રૂ. ૧૨.૫૦ લાખ આરોપીને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીયાદીને પાંચ લાખ પરત આપી દીધા હતા. એ પછી ફરીયાદીએ બાકીની રકમ માંગતા આરોપીએ રૂપીયા પરત આપેલ નહી લાંબો સમય થતા ફરીયાદીએ આરોપીના ચેક રીટર્નનો કેસ કરેલ હોય આ બાબતની જાણ થતા આરોપીએ ફરીયાદીને આ ચેક રીટર્નના કેસ બાબતનું મન દુ:ખ રાખી કેસ પાછો ખેચી લેવા કહયુ હતું.

દરમ્યાનમાં આરોપીએ ફરીયાદીને બદનામ કરવા ખોટા વિડીયો બનાવી યુ ટયુબ ચેનમાં મુકશે તેમજ આર્થીક રીતે ધંધામાં નુકશાન થશે એવી ધમકી આપી ઉપરાંત ફરીયાદીને બદનામ ન થવું હોય તો ૧૫ લાખ રૂપીયા આપવા પડશે તેમ ધમકાવી બળજબરીથી રૂપીયા કઢાવવા માટે કોશિષ કરી હતી અને જો રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. આ પ્રકારની વિગતો ફરીયાદમાં જણાવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande