પાટણમાં ગૌભક્તો અને સામાજિક જાગૃત નાગરિકો દ્વારા ગૌરક્ષા માટે રેલી યોજાઈ, કલેક્ટરને ગૌપત્ર સુપ્રત કરવામાં આવ્યું
પાટણ, 27 જુલાઈ (હિ.સ.) : પાટણમાં સોમવારે ગૌભક્તો અને સામાજિક જાગૃત નાગરિકો દ્વારા ગૌવંશની રક્ષા, ગૌહત્યા અટકાવવા અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે રેલી યોજાઈ હતી. ટીબી ત્રણ રસ્તાથી શરૂ થયેલી રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં જ
પાટણમાં ગૌભક્તો અને સામાજિક જાગૃત નાગરિકો દ્વારા ગૌરક્ષા માટે રેલી યોજાઈ, કલેક્ટરને ગૌપત્ર સુપ્રત કરવામાં આવ્યું.


પાટણમાં ગૌભક્તો અને સામાજિક જાગૃત નાગરિકો દ્વારા ગૌરક્ષા માટે રેલી યોજાઈ, કલેક્ટરને ગૌપત્ર સુપ્રત કરવામાં આવ્યું.


પાટણ, 27 જુલાઈ (હિ.સ.) : પાટણમાં સોમવારે ગૌભક્તો અને સામાજિક જાગૃત નાગરિકો દ્વારા ગૌવંશની રક્ષા, ગૌહત્યા અટકાવવા અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે રેલી યોજાઈ હતી. ટીબી ત્રણ રસ્તાથી શરૂ થયેલી રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને વિવિધ માંગણીઓ સાથે ગૌપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

ગૌપત્રમાં ગૌહત્યા સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી, ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે ચેકપોસ્ટો પર સઘન વાહન ચેકિંગ તેમજ રઝળતા ગૌવંશ માટે ઘાસચારો, આશ્રય અને પાંજરાપોળને પૂરતી સરકારી સહાય ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરવામાં આવી હતી.

આ રેલીમાં અનાવાડા હરિઓમ ગૌશાળાના સંચાલક દિનેશ જોષી, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન જગદીશ ઠક્કર સહિત મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો અને પાંજરાપોળના સંચાલકો જોડાયા હતા. ઉપસ્થિતોએ સરકાર અને વહીવટી તંત્રને ગૌવંશની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરવાની માંગ સાથે ગૌરક્ષાના મુદ્દે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande