પાટણ નગરપાલિકા દ્વારા કર્મચારીઓને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું, વરસાદી ફરજ સરળ બનાવવા કર્મચારીઓને મળ્યા રેઇનકોટ.
પાટણ, 27 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન નીલમ પટેલ દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન ફરજ બજાવતા નગરપાલિકાના કર્મચારીઓ માટે પોતાની માતાની સ્મૃતિમાં રેઇનકોટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પહેલનો મુખ્ય હેતુ પ્રતિકૂળ હવામાનમાં પણ શહેરની સેવા માટ
પાટણ નગરપાલિકામા કર્મચારીઓને  રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું, વરસાદી ફરજ સરળ બનાવવા કર્મચારીઓને મળ્યા રેઇનકોટ.


પાટણ નગરપાલિકામા કર્મચારીઓને  રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું, વરસાદી ફરજ સરળ બનાવવા કર્મચારીઓને મળ્યા રેઇનકોટ.


પાટણ, 27 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન નીલમ પટેલ દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન ફરજ બજાવતા નગરપાલિકાના કર્મચારીઓ માટે પોતાની માતાની સ્મૃતિમાં રેઇનકોટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પહેલનો મુખ્ય હેતુ પ્રતિકૂળ હવામાનમાં પણ શહેરની સેવા માટે સતત કાર્યરત કર્મચારીઓના સમર્પણને બિરદાવવાનો હતો.

ચોમાસામાં સફાઈ સહિતની આવશ્યક નાગરિક સેવાઓ જાળવવામાં કર્મચારીઓ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નીલમ પટેલે જણાવ્યું હતું કે કર્મચારીઓને જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવાથી તેમની કાર્યક્ષમતા અને ઉત્સાહમાં વધારો થાય છે.

કારોબારી ચેરમેન બન્યા પહેલાં પણ તેઓ કર્મચારીઓના કલ્યાણ માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા કાર્ય દ્વારા કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતા વ્યક્ત કરવા સાથે સમાજમાં જનકલ્યાણ અને સેવા ભાવનાનો સકારાત્મક સંદેશ પણ પહોંચાડવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande