મકર દ્વાર પર વિપક્ષનું પ્રદર્શન, 20 જુલાઈની ઘટના પર ગૃહમંત્રી પાસેથી જવાબદારીની માંગ
નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) સંસદના મકર દ્વાર પર આજે સવારે વિપક્ષી સાંસદોએ 20 જુલાઈના રોજ જંતર-મંતર પર સીજેપીના નેતૃત્વ હેઠળના વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીને લઈને, ગૃહમંત્રી અમિત શાહ પાસેથી જવાબદારીની માંગ સાથે પ્રદર્શન કર્ય
ાલ્ઘા ્


નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) સંસદના મકર દ્વાર પર આજે સવારે વિપક્ષી સાંસદોએ 20 જુલાઈના રોજ જંતર-મંતર પર સીજેપીના નેતૃત્વ હેઠળના વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીને લઈને, ગૃહમંત્રી અમિત શાહ પાસેથી જવાબદારીની માંગ સાથે પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનનું નેતૃત્વ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કર્યું.

આ દરમિયાન સાંસદોએ સૂત્રોચ્ચાર પણ કરતા વિપક્ષે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ પર થયેલી ક્રૂરતા માટે ગૃહમંત્રી સીધા જવાબદાર છે અને સંસદમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવશે. આ પહેલા રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં, ઇન્ડી ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાહુલ ગાંધી, ખડગે, પ્રમોદ તિવારી, સૈયદ નસીર હુસૈન, કે.સી. વેણુગોપાલ, ગૌરવ ગોગોઈ, જયરામ રમેશ સહિતના તમામ નેતાઓ હાજર રહ્યા. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, સંસદની અંદર અને બહાર વિદ્યાર્થીઓના મુદ્દાને સતત ઉઠાવવામાં આવશે.

નોંધનીય છે કે, 20 જુલાઈના રોજ સીજેપીના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ સંસદ માર્ચ કાઢ્યો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો, આંસુ ગેસના ગોળા છોડ્યા અને કથિત રીતે પેલેટ ગનનો ઉપયોગ કર્યો. આ ઘર્ષણમાં 100થી વધુ વિદ્યાર્થીઓ અને અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા. ત્યારથી વિપક્ષ સતત વિદ્યાર્થીઓના સમર્થનમાં ઊભું છે અને સરકાર પર દબાણ બનાવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande