
નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે કોમનવેલ્થ ગેમ્સ 2026માં રજત પદક જીતવા બદલ રાજા મુથુપાંડીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિએ તેમના એક્સ (એક્સ) પર લખ્યું છે કે, કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોના 65 કિલોગ્રામ વજન વર્ગમાં રજત પદક જીતવા બદલ રાજા મુથુપાંડીને હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ, દેશને તમારી આ સિદ્ધિ પર ગર્વ છે. ભવિષ્યના પ્રયાસો માટે તમને મારી શુભેચ્છાઓ.
ઉલ્લેખનીય છે કે, ભારતીય વેઈટલિફ્ટર મુથુપાંડીએ રાષ્ટ્રમંડળ રમતોમાં શાનદાર પ્રદર્શન કરતા પુરુષોના 65 કિલોગ્રામ વજન વર્ગમાં, રજત પદક જીત્યો છે. શનિવારે રમાયેલી સ્પર્ધામાં મુથુપાંડીએ, કુલ 286 કિલોગ્રામ વજન ઉઠાવીને બીજા સ્થાને રહીને ભારતને રમતોનો બીજો રજત પદક અપાવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ