મુંબઈની યુવતીને લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારનાર યુસુફ મહેતાની અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી
- અંકલેશ્વરની અલગ-અલગ હોટલોમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા - મુંબઈની યુવતીને લગ્નનું વચન આપી અન્ય યુવતી સાથે લગ્ન કરતા અંકલેશ્વરનો લંપટ યુસુફ મહેતા જેલ હવાલે ભરૂચ, 28 જુલાઈ (હિ.સ.) અંકલેશ્વરમાં લગ્નની ખોટી લાલચ આ
મુંબઈની યુવતીને લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારનાર યુસુફ મહેતાની અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી


- અંકલેશ્વરની અલગ-અલગ હોટલોમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા

- મુંબઈની યુવતીને લગ્નનું વચન આપી અન્ય યુવતી સાથે લગ્ન કરતા અંકલેશ્વરનો લંપટ યુસુફ મહેતા જેલ હવાલે

ભરૂચ, 28 જુલાઈ (હિ.સ.) અંકલેશ્વરમાં લગ્નની ખોટી લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ કરવાના તેમજ વિશ્વાસઘાત કરવાના ચકચારી કિસ્સામાં જીઆઇડીસી પોલીસે મોટી કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.મુંબઈની એક 22 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સતત દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનો નોંધાયો હતો.

મળતી વિગતો અનુસાર, આરોપી યુસુફ મહેતાએ મુંબઈની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.વર્ષ 2023થી લઈને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન આરોપી યુસુફ મહેતાએ યુવતીને પોતાની જાળમાં ફસાવી લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને અંકલેશ્વરની અલગ-અલગ હોટલોમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.

છળકપટથી યુવતીનું શારીરિક શોષણ કર્યા બાદ આરોપી યુસુફ મહેતાએ પીડિતાને અંધારામાં રાખી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા અને પીડિતા સાથે મોટો વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગેની જાણ થતાં પીડિતાએ હિંમત દાખવીને પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ગુનો નોંધાવ્યો હતો.

પીડિત યુવતીની ફરિયાદના આધારે જીઆઇડીસી પોલીસે મુખ્ય આરોપી યુસુફ મહેતા સહિત તેના પરિવારના પાંચ સભ્યો સામે ગંભીર ગુનો નોંધી આગળની કાનૂની તજવીજ હાથ ધરી હતી. આ કેસમાં ત્વરિત પગલાં ભરતાં પોલીસે સફળતાપૂર્વક દરોડો પાડી મુખ્ય આરોપી યુસુફ મહેતાની અટકાયત કરી લીધી છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ તેજ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande