પાટણ નગરપાલિકામાં જન્મ અને મરણના દાખલા મેળવવામાં ભારે વિલંબ, ધારાસભ્ય કિરિટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી મલ્ટી આઈ.ડી. તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી.
પાટણ, 28 જુલાઈ (હિ.સ.) પાટણ નગરપાલિકામાં જન્મ અને મરણના દાખલા મેળવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. CRS પોર્ટલ પર મલ્ટી આઈ.ડી. બંધ હોવાથી નોંધણી પ્રક્રિયા પ્રભાવિત થઈ છે. આ મુદ્દે ધારાસભ્ય કિરિટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી મલ્ટી આઈ.ડી.
પાટણ નગરપાલિકામાં જન્મ અને મરણના દાખલા મેળવવામાં ભારે વિલંબ, ધારાસભ્ય કિરિટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી મલ્ટી આઈ.ડી. તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી.


પાટણ, 28 જુલાઈ (હિ.સ.) પાટણ નગરપાલિકામાં જન્મ અને મરણના દાખલા મેળવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. CRS પોર્ટલ પર મલ્ટી આઈ.ડી. બંધ હોવાથી નોંધણી પ્રક્રિયા પ્રભાવિત થઈ છે. આ મુદ્દે ધારાસભ્ય કિરિટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી મલ્ટી આઈ.ડી. તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે.

2015 પહેલાંના જન્મ અને મરણના દાખલા માટે ઓનલાઈન અરજી ફરજિયાત હોવાથી તમામ અરજીઓ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં મંજૂરી માટે મોકલવામાં આવે છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પર અન્ય વહીવટી કામગીરીનું ભારણ હોવાથી છેલ્લા બે મહિનાથી અનેક અરજીઓ પેન્ડિંગ પડી છે.

દાખલા સમયસર ન મળતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, શાળા-કોલેજમાં પ્રવેશ, આધાર કાર્ડ, પાસપોર્ટ અને સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જાહેર હિતને ધ્યાનમાં રાખી CRS પોર્ટલની બંધ મલ્ટી આઈ.ડી. વહેલી તકે પુનઃ કાર્યરત કરવાની માંગ ઉઠી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande