પીએમશ્રી પાનવડ પ્રાથમિક ગ્રુપ શાળા ખાતે આધુનિક ‘STEM Lab’નું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ
છોટાઉદેપુર,28 જુલાઈ (હિ.સ.) પીએમશ્રી પાનવડ પ્રાથમિક ગ્રુપ શાળા ખાતે બાળકોને ગુણવત્તાસભર અને આધુનિક ટેકનોલોજીયુક્ત શિક્ષણ પૂરું પાડવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે નવનિર્મિત આધુનિક ‘STEM Lab’ (Science, Technology, Engineering, and Math Lab) નું રાજ્ય
શિક્ષણ મંત્રીશ્રી રિવાબાએ


શિક્ષણ મંત્રીશ્રી રિવાબાએ


શિક્ષણ મંત્રીશ્રી રિવાબા


છોટાઉદેપુર,28 જુલાઈ (હિ.સ.) પીએમશ્રી પાનવડ પ્રાથમિક ગ્રુપ શાળા ખાતે બાળકોને ગુણવત્તાસભર અને આધુનિક ટેકનોલોજીયુક્ત શિક્ષણ પૂરું પાડવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે નવનિર્મિત આધુનિક ‘STEM Lab’ (Science, Technology, Engineering, and Math Lab) નું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના વરદ હસ્તે ગૌરવવંતું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબાએ જણાવ્યુ હતુ કે, આજના ડિજિટલ યુગમાં ગ્રામીણ ક્ષેત્રના બાળકો પણ વૈશ્વિક સ્પર્ધામાં પાછળ ન રહી જાય અને આગળ વધે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. PM-SHRI યોજના હેઠળ નિર્માણ પામેલી આ STEM Labના માધ્યમથી બાળકો પુસ્તકીય જ્ઞાન અને ગોખણપટ્ટીમાંથી મુક્ત થશે. વિદ્યાર્થીઓ જાતે પ્રયોગો કરીને, મોડેલ્સ બનાવીને તેમજ ટેકનોલોજીનો સીધો ઉપયોગ કરીને અનુભવજન્ય શિક્ષણ (Experiential Learning) મેળવશે.

વધુમે તેમણે ઉમેર્યુ કે, STEM Lab થકિ આધુનિક વિષયોનું જ્ઞાન સાથે નાની ઉંમરથી જ રોબોટિક્સ, કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા વિષયોની વ્યવહારુ સમજ, ભયમુક્ત શિક્ષણ ગણિત અને વિજ્ઞાન જેવા જટિલ વિષયો પ્રત્યેનો ડર દૂર થશે, કૌશલ્ય વિકાસ જિજ્ઞાસાવૃત્તિ, તાર્કિક વિચારસરણી અને સમસ્યા નિવારણની ક્ષમતામાં વધારો. વ્યક્તિત્વ વિકાસ: જૂથ પ્રવૃત્તિઓ દ્વારા ટીમવર્ક અને નેતૃત્વ (Leadership) જેવા સામાજિક ગુણોનો વિકાસ, જે ભવિષ્યની કારકિર્દી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મદદરૂપ થશે.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વે અભેસિંહ તડવી, જયંતી રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે કે પરમાર વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande