જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા 30 જુલાઇના રોજ વિસાવદર ખાતે ભરતી મેળો યોજાશે
જૂનાગઢ,28 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા 30 જુલાઇના રોજ વિસાવદર ખાતે ભરતી મેળો યોજાશે જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિસાવદર તાલુકાના દેવમણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સતાધાર રોડ, ખાતે 30 જુલાઇના રોજ બપોરે 12 કલાકે ભરતીમે
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા 30 જુલાઇના રોજ વિસાવદર ખાતે ભરતી મેળો યોજાશે


જૂનાગઢ,28 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા 30 જુલાઇના રોજ વિસાવદર ખાતે ભરતી મેળો યોજાશે

જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિસાવદર તાલુકાના દેવમણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સતાધાર રોડ, ખાતે 30 જુલાઇના રોજ બપોરે 12 કલાકે ભરતીમેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

જેમાં અવધ ટ્રેક્ટર્સ (મહિંદ્રા ટ્રેક્ટર્સ ઓથોરાઇઝ ડિલર) એચ.ડિ.એફ.સી. લાઇફ ઇન્શ્યોરન્શ કંપની જૂનાગઢ બ્રાંચ તથા ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લી. અને મેન્યુફેક્ચરીંગ સેક્ટરના રાજકોટના બે નોકરીદાતાઓ હાજર રહેવાના છે. જેમા વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે એસ.એસ.સી થી સ્નાતક, ડિપ્લોમા કે આઇ.ટી.આઇ. ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર (18 વર્ષ થી 35 વર્ષ) સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યુ છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande