પોરબંદરનો ઓવરબ્રિજ બન્યો અકસ્માતનુ કેન્દ્ર, મસમોટા ખાડાઓથી વાહનચાલકો પર જોખમ.
પોરબંદર, 08 જુલાઈ (હિ.સ.)પોરબંદર શહેરના ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા સમયથી પડેલા મસમોટા ખાડાઓ વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે. બ્રિજ પર અનેક સ્થળોએ રોડ તૂટી જતાં દરરોજ વાહનચાલકો ભારે મુશ્કેલી વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને દ્વિચક્રી વા
પોરબંદરનો ઓવરબ્રિજ બન્યો અકસ્માતનુ કેન્દ્ર, મસમોટા ખાડાઓથી વાહનચાલકો પર જોખમ.


પોરબંદરનો ઓવરબ્રિજ બન્યો અકસ્માતનુ કેન્દ્ર, મસમોટા ખાડાઓથી વાહનચાલકો પર જોખમ.


પોરબંદરનો ઓવરબ્રિજ બન્યો અકસ્માતનુ કેન્દ્ર, મસમોટા ખાડાઓથી વાહનચાલકો પર જોખમ.


પોરબંદર, 08 જુલાઈ (હિ.સ.)પોરબંદર શહેરના ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા સમયથી પડેલા મસમોટા ખાડાઓ વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે. બ્રિજ પર અનેક સ્થળોએ રોડ તૂટી જતાં દરરોજ વાહનચાલકો ભારે મુશ્કેલી વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પર પડેલા ઊંડા ખાડાઓને કારણે વાહનચાલકો સતત અકસ્માતના ભય હેઠળ વાહન ચલાવી રહ્યા છે. અવારનવાર નાના-મોટા અકસ્માતોના બનાવો પણ સામે આવી રહ્યા છે. રસ્તાની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે.હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. વરસાદ પડ્યા બાદ ખાડાઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ અનેકગણું વધી જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાત્રિના સમયે તો આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે.સ્થાનિકોનું કહેવું છે કે ઓવરબ્રિજ પરનો માર્ગ શહેરના મુખ્ય માર્ગ કરતાં ગ્રામ્ય વિસ્તારના જર્જરિત રસ્તા જેવો દેખાઈ રહ્યો છે. શહેરના મહત્વના માર્ગની આવી હાલત તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા કરી રહી છે. વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ઓવરબ્રિજના ખાડાઓનું સમારકામ કરી માર્ગને સુરક્ષિત બનાવવાની માંગ ઉઠાવી છે. ત્યારે ગંભીર અકસ્માત સર્જાય તેની રાહ જોવાને બદલે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande