એક જ દિવસમાં અદાણી CNGના ભાવમાં ફરી 4 રૂપિયાનો વધારો, પ્રતિ કિલો 94.02 રૂપિયા
- 2026ના વર્ષમાં CNGના ભાવમાં 12 રૂપિયાનો વધારો અમદાવાદ,01 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદમાં ઑગસ્ટ મહિનાના પ્રારંભ સાથે જ અદાણી કંપની દ્વારા એક જ દિવસમાં CNGના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં અદાણી કંપની દ્વારા 4 રૂપિયાનો વધારો કરવ
Adani CNG price increased


- 2026ના વર્ષમાં CNGના ભાવમાં 12 રૂપિયાનો વધારો

અમદાવાદ,01 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદમાં ઑગસ્ટ મહિનાના પ્રારંભ સાથે જ અદાણી કંપની દ્વારા એક જ દિવસમાં CNGના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં અદાણી કંપની દ્વારા 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં તોતિંત ભાવમાં વધારો કરવામાં આવતા હવે CNGનો પ્રતિ કિલોનો ભાવ 94.02 રૂપિયા પહોંચી ગયો છે.

અગાઉ પણ અનેક વખત ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો અને CNG વાહન ચાલકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લે 19 જુલાઈ, 2026ના રોજ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે 12 દિવસમાં બીજી વખત અદાણી CNGના ભાવ વધ્યા છે.

CNG પર નિર્ભર લાખો વાહનચાલકોને ફરી એકવાર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. અદાણી દ્વારા CNGના ભાવમાં આજે ફરી પ્રતિ કિલો 4નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ CNGનો ભાવ હવે 90.02થી વધીને 94.02 પ્રતિ કિલો પહોંચી ગયો છે. અગાઉ પણ કંપનીએ ભાવમાં વધારો કરતાં 88.02થી 90.02 રૂપિયા ભાવ થઈ ગયો હતો. હવે તેના પર વધુ 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક સમયે પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સસ્તું ગણાતું CNG હવે પેટ્રોલ અને ડિઝલના સમકક્ષ પહોંચી ગયું છે.

સતત વધી રહેલા ભાવને કારણે CNG વાહન ચાલકોનું બજેટ ખોરવાઈ શકે છે. તેમજ રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો માટે આ વધારો ચિંતાનો વિષય બની ગયો છે. CNGના સતત વધી રહેલા ભાવની સૌથી મોટી અસર રિક્ષા ચાલકો પર જોવા મળશે. અગાઉ ઓછા ખર્ચને કારણે હજારો લોકોએ પેટ્રોલ અને ડીઝલ વાહનો છોડીને CNG વાહનો ખરીદ્યા હતા, પરંતુ હવે વારંવાર થતા ભાવ વધારાને કારણે તેમની બચતનું ગણિત પણ બગડી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande