ડાકોરમાં કમર સમા પાણીમાં ગોપાલ લાલજીની સવારી
ખેડા/અમદાવાદ,01 ઓગસ્ટ (હિ.સ.) ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સમી સાંજે મેઘરાજાની ધુઆંધાર બેટિંગ જોવા મળી હતી. મંદિરના મુખ્ય દરવાજા બહાર કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. આમ છતાં, દર શુક્રવારે અને અગિયારસે રણછોડરાયજીનું બાળ સ્વરૂપ ગોપાલ લ
ડાકોરમાં કમર સમા પાણીમાં ગોપાલ લાલજીની સવારી


ખેડા/અમદાવાદ,01 ઓગસ્ટ (હિ.સ.) ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સમી સાંજે મેઘરાજાની ધુઆંધાર બેટિંગ જોવા મળી હતી. મંદિરના મુખ્ય દરવાજા બહાર કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. આમ છતાં, દર શુક્રવારે અને અગિયારસે રણછોડરાયજીનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ લક્ષ્મીજીને મળવા જાય છે તે પરંપરા જાળવી રાખી ધોધમાર વરસાદ વચ્ચે પણ સવારી કાઢવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો કમર સમા પાણીમાં ભાવવિભોર થઈને જોડાયા હતા.

ખેડા જિલ્લામાં સવારથી શાંત વાતાવરણ બાદ અચાનક પલટો આવ્યો હતો. રેડ એલર્ટ વચ્ચે ખેડા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

સવારે 9 થી 11 વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટા પડ્યા હતા, જે બાદ ભારે વરસાદે જોર પકડ્યું હતું. આ ધોધમાર વરસાદને કારણે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande