ચાણસ્મા હાઈવે પરથી રૂ.2.50 લાખના કેબલ ચોરી કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા, એક હજુ ફરાર
પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.) : ચાણસ્મા હાઈવે પર રેલવે ફાટક નજીક સાંઈબાબા મંદિર પાસેથી વોડાફોન કંપનીનો રૂ.2.50 લાખની કિંમતનો 4,000 મીટર નેટ કેબલ વાયરનો ડ્રમ ચોરાયો હતો. આ મામલે પેટા કોન્ટ્રાક્ટર ધરમસિંહ પાંચાભાઈ ઠાકોરે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો
ચાણસ્મા હાઈવે પરથી રૂ.2.50 લાખના કેબલ ચોરી કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા, એક હજુ ફરાર.


પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.) : ચાણસ્મા હાઈવે પર રેલવે ફાટક નજીક સાંઈબાબા મંદિર પાસેથી વોડાફોન કંપનીનો રૂ.2.50 લાખની કિંમતનો 4,000 મીટર નેટ કેબલ વાયરનો ડ્રમ ચોરાયો હતો. આ મામલે પેટા કોન્ટ્રાક્ટર ધરમસિંહ પાંચાભાઈ ઠાકોરે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા રોડ પર વડાવલી ત્રણ રસ્તા અને ચાણસ્મા હાઈવે સર્કલ ખાતે છેલ્લા 15થી 20 દિવસથી નેટ કેબલ જમીનમાં નાખવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ચાણસ્મા પોલીસે ઝડપી કાર્યવાહી કરી ચોરીના ગુનામાં ચેતનસિંહ ઝાલા, રચીન ઝાલા અને કનકસિંહ ઝાલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં વપરાયેલી બાઈક અને ચોરાયેલો કેબલ વાયરનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

જ્યારે આ ગુનામાં મનુભા ભગવતસિંહ ઝાલા નામનો આરોપી હજુ ફરાર છે. તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande