ઝાડેશ્વર નિલકંઠેશ્વર મંદિર મુખ્ય માર્ગ પર સ્કૂલ વાહનોના અડિંગાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા
- સંસ્કાર વિદ્યાલય અને જે. બી મોદી સ્કૂલ પાસે પાર્કિંગ હોવા છતાં વાહનો રસ્તા પર પાર્ક કરાતા તકલીફ ભરૂચ, 10 ઓગસ્ટ (હિ.સ.) : ઝાડેશ્વર નિલકંઠેશ્વર વિસ્તારમાં આવેલી સંસ્કાર વિદ્યાલય અને જે.બી. મોદી વિદ્યાલયના સંચાલકોની બેદરકારીને કારણે મુખ્ય માર્ગ પર
ઝાડેશ્વર નિલકંઠેશ્વર મંદિર મુખ્ય માર્ગ પર સ્કૂલ વાહનોના અડિંગાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા


ઝાડેશ્વર નિલકંઠેશ્વર મંદિર મુખ્ય માર્ગ પર સ્કૂલ વાહનોના અડિંગાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા


ઝાડેશ્વર નિલકંઠેશ્વર મંદિર મુખ્ય માર્ગ પર સ્કૂલ વાહનોના અડિંગાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા


- સંસ્કાર વિદ્યાલય અને જે. બી મોદી સ્કૂલ પાસે પાર્કિંગ હોવા છતાં વાહનો રસ્તા પર પાર્ક કરાતા તકલીફ

ભરૂચ, 10 ઓગસ્ટ (હિ.સ.) : ઝાડેશ્વર નિલકંઠેશ્વર વિસ્તારમાં આવેલી સંસ્કાર વિદ્યાલય અને જે.બી. મોદી વિદ્યાલયના સંચાલકોની બેદરકારીને કારણે મુખ્ય માર્ગ પર હર રોજ ગંભીર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. બંને શાળાઓ પાસે પોતાનું વિશાળ પાર્કિંગ હોવા છતાં સ્કૂલ વાહનોને કેમ્પસની અંદર પ્રવેશ આપવા દેવામાં આવતો નથી, જેને કારણે વાનચાલકો મજબૂરીવશ રસ્તા પર જ વાહનો ખડકી દે છે. આ પરિસ્થિતિના લીધે વિદ્યાર્થીઓ, ધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

નીલકંઠેશ્વર મહાદેવ મંદિર માત્ર ભરૂચ કે ગુજરાત પૂરતું સીમિત ન રહેતાં અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. આગામી શ્રાવણ માસ દરમિયાન અહીં હજારોની સંખ્યામાં શિવભક્તો પગપાળા તેમજ લક્ઝરી બસો અને ટ્રાવેલ્સ મારફતે દર્શનાર્થે આવે છે. મુખ્ય માર્ગ પર જ સ્કૂલ વાહનોનો અડિંગો હોવાથી બહારગામથી આવતી બસો અને વાહનો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. આ જ માર્ગ પર બ્રહ્માકુમારીઝ સંસ્થાનું અનુભૂતિ ધામ પણ આવેલું છે, જ્યાં સવાર-સાંજ મોટી સંખ્યામાં અનુયાયીઓ આવતા હોય છે.

રસ્તા પર દરવાજા બહાર જ વાહનો પાર્ક કરી જતા હોવાથી તેમને પ્રવેશવામાં ભારે હાલાકી પડે છે. આ ઉપરાંત નીલકંઠ નર્સરી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા આત્મીય સંસ્કાર કેન્દ્ર જેવા મહત્વના સ્થળોએ આવતા નાગરિકો પણ ટ્રાફિકના લીધે તંગ આવી ગયા છે.

તાજેતરમાં જ રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને ખાનગી શાળાઓ માટે કમ્પાઉન્ડમાં પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવી ફરજિયાત કરી છે. આમ છતાં, આ બંને શાળાઓ વાહનોને અંદર આવવા દેતી નથી. જેના પરિણામે નાના-નાના વિદ્યાર્થીઓએ પણ વજનદાર સ્કૂલબેગ ઊંચકીને મુખ્ય રસ્તા સુધી ચાલીને આવવું પડે છે, જે તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે પણ મોટો સવાલ ઊભો કરે છે. તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક કડક પગલાં લેવાય તેવી સ્થાનિકો અને વાલીઓની માંગ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande