
પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)પાટણ-ડીસા હાઈવે પર રખડતી ગાયોના કારણે અકસ્માતોની સંખ્યા વધતા વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. તાજેતરમાં આ વિસ્તારમાં રખડતી ગાયોના કારણે થયેલા અકસ્માતોમાં 2થી 3 લોકોના મોત થયાના બનાવો સામે આવ્યા છે.
હાલમાં પણ હાઈવે પર રખડતી ગાયોના ટોળાં જોવા મળતા ગંભીર અકસ્માતની શક્યતા યથાવત છે. ખાસ કરીને રામદેવરા-રણુંજા તરફ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અવરજવર કરી રહ્યા હોવાથી જોખમ વધુ ગંભીર બન્યું છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનચાલકો અને સ્થાનિક લોકો દ્વારા તંત્રને હાઈવે પરથી રખડતી ગાયોના ટોળાં દૂર કરવા તેમજ અકસ્માતો અટકાવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ