હારીજ તાલુકાના કુરેજા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં નહાવા પડેલા બે યુવાનો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો
પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)હારીજ તાલુકાના કુરેજા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં નહાવા પડેલા બે યુવાનો પાણીના પ્રવાહમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને હારીજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં પાટણ ફાયર બ્રિગેડની ટીમને પણ મદદ માટે બોલા
હારીજ તાલુકાના કુરેજા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં નહાવા પડેલા બે યુવાનો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો


હારીજ તાલુકાના કુરેજા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં નહાવા પડેલા બે યુવાનો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો


પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)હારીજ તાલુકાના કુરેજા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં નહાવા પડેલા બે યુવાનો પાણીના પ્રવાહમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને હારીજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં પાટણ ફાયર બ્રિગેડની ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી.

પોલીસની માહિતી મુજબ ભલગામના ઠાકોર હરેશભાઈ શંકરભાઈ (27) અને કુણઘેરના ઠાકોર સંજયભાઈ અમરસંગ (24) રિક્ષા નંબર GH24 W 2208 લઈને કુરેજા નર્મદા કેનાલ પાસે પહોંચ્યા હતા. બંનેને તરતા આવડતું હોવા છતાં કેનાલના સામેના કિનારે જતી વખતે પાણીના પ્રવાહમાં એક યુવાન થાકી જતાં ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવાના પ્રયાસમાં બીજો યુવાન પણ પાણીમાં ગરકાવ થયો હતો.

સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરતાં હરેશભાઈનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે સંજયભાઈની શોધખોળ હજુ ચાલુ છે. ઘટનાને પગલે બંને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande