સુરત મહાનગર ભાજપ ત્રિદિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય શુભારંભ
સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.) : સુરત મહાનગર ભાજપ પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ સત્રનો પ્રારંભ પ્રદેશ મહામંત્રી તથા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન ના પ્રદેશ પ્રભારી અનિરુદ્ધભાઇ દવેના હસ્તે કરવામાં આવ્યો. ત્યાર બાદ તેઓએ આયોજિત કરવામાં આવેલી પ્રદર
Three-day Training Campaign


સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.) : સુરત મહાનગર ભાજપ પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ સત્રનો પ્રારંભ પ્રદેશ મહામંત્રી તથા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન ના પ્રદેશ પ્રભારી અનિરુદ્ધભાઇ દવેના હસ્તે કરવામાં આવ્યો. ત્યાર બાદ તેઓએ આયોજિત કરવામાં આવેલી પ્રદર્શનીને નિહાળી ખુશી વ્યક્ત કરી હતી.

પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ સર્વે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ પ્રશિક્ષણ વર્ગના વાલી બળવંત સિંહ ગોહિલ દ્વારા વર્ગમાં ઉપસ્થિત સહુ પ્રશિક્ષણાર્થીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

વર્ગમાં ઉપસ્થિત સહુ પ્રશિક્ષણાર્થીઓને આદરણીય પ્રદેશ મહામંત્રી દ્વારા કાર્ય વિસ્તાર, સંગઠનનો વિસ્તાર અને સુદ્રઢીકરણ વિષય ઉપર ગહન વક્તવ્ય આપ્યું હતું

શુક્રવારના પ્રશિક્ષણ વર્ગના બીજા સત્રમાં વક્તા તરીકે પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા હતા તેમણે આપણું સૈધાંતિક અધિષ્ઠાન વિષય પર તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું.

પ્રશિક્ષણ વર્ગમા પ્રથમ સત્રના અધ્યક્ષ તરીકે અનિમેશભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રથમ સત્રમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ઝંખનાબેન પટેલ, સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ, મહામંત્રીઓ દુર્ગા પ્રસાદ પાંડે, વીરલભાઈ ગીલીટવાળા, કરશનભાઈ ગોંડલિયા સુરત મહાનગર મેયર માયાબેન માવણી. પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલ, વિનુભાઈ મોરડીયા.ધારાસભ્ય ઓ સર્વ પ્રવીણભાઈ ઘોઘારી, સંગીતાબેન પાટીલ, સંદીભાઈ દેસાઈ અરવિંદભાઈ રાણા, મનુભાઈ પટેલ સહિતના પ્રશિક્ષાર્થીઓ તરીકે જોડાયા હતા.

ભાજપ શહેર સંગઠન ના અપેક્ષિત શ્રેણીના પદાધિકારીઓ, હોદેદારો, સળંગ ત્રણ દિવસ રાત્રી રોકાણ સાથે સઘન તાલીમ પ્રાપ્ત કરશે. આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા પ્રશિક્ષણ વર્ગના સંયોજક શૈલેષભાઈ પટેલ તથા સહ સંયોજક પાર્થભાઈ માધાણી તેમજ તેમની સમગ્ર વ્યવસ્થાપક ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande