ભચાઉમાં ખુની હુમલાની કોશિશનો પર્દાફાશ: બે આરોપીઓ પોલીસની પકડમાં
કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : ભચાઉ પોલીસ દ્વારા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી પાડવામાં આવતા પોલીસની કામગીરી સામે આવી છે. ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખુનની કોશિશના ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી બંને આરોપીઓને પકડી પાડ્યા છે.
ભચાઉ ખૂનની કોશિશ કેસના આરોપીઓ


કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : ભચાઉ પોલીસ દ્વારા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી પાડવામાં આવતા પોલીસની કામગીરી સામે આવી છે. ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખુનની કોશિશના ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી બંને આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

બનાવની વિગતો મુજબ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નંબર 793/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

પોલીસની ટીમે મળેલી માહિતી અને તપાસના આધારે કાર્યવાહી આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન ભચાઉના જી.ઈ.બી. સામે આવેલા ભટ્ટ પાળીયા વિસ્તાર તરફ પોલીસે તપાસનો દોર લંબાવ્યો હતો. અંતે ગુનામાં સંડોવાયેલા હોવાના આક્ષેપ હેઠળ બે યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અમિત વાલજીભાઈ બારોટ, ઉંમર 19 વર્ષ અને વિજય દાનાભાઈ બારોટ, ઉંમર 20 વર્ષનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ ભચાઉના જી.ઈ.બી. સામે આવેલા ભટ્ટ પાળીયા વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખુનની કોશિશ જેવા ગંભીર ગુનામાં પોલીસની ઝડપી કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસની સતર્કતા વધુ એક વખત સ્પષ્ટ થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande