રાજકોટમાં રિટર્ન ગિફ્ટમાં ખાંડ અને ડુંગળી આપી રક્ષાબંધનની અનોખી ઉજવણી
રાજકોટ, 28 ઓગસ્ટ (હિ.સ.) : ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ લાગણીના પ્રતીક સમા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ બહેનોએ પોતાના ભાઈઓના કાંડે રાખડી બાંધી, કુમકુમ તિલક કર્યું અને મીઠાઈ ખવડાવી હતી. રાજકોટમાં રકોંગ્રેસ
રાજકોટમાં રિટર્ન ગિફ્ટમાં ખાંડ અને ડુંગળી આપી રક્ષાબંધનની અનોખી ઉજવણી


રાજકોટ, 28 ઓગસ્ટ (હિ.સ.) : ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ લાગણીના પ્રતીક સમા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ બહેનોએ પોતાના ભાઈઓના કાંડે રાખડી બાંધી, કુમકુમ તિલક કર્યું અને મીઠાઈ ખવડાવી હતી. રાજકોટમાં રકોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોમલ ભારાઈએ મોંઘવારીના મુદ્દાને રક્ષાબંધન સાથે જોડીને વિરોધનો અનોખો સંદેશ આપ્યો હતો.

કોમલ ભારાઈએ કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવા, આમ આદમી પાર્ટીના મહેશ બાંભવા સહિત માલધારી સમાજના આગેવાનોને રાખડી બાંધી હતી.

રક્ષાબંધનની પરંપરા મુજબ આગેવાનોએ પણ તેમને ‘રિટર્ન ગિફ્ટ’ આપી હતી, પરંતુ આ ભેટ કંઈક અલગ હતી. આગેવાનોએ કોમલ ભારાઈને 100ની કિંમતની એક કિલો ખાંડ અને 70ની ડુંગળી ભેટમાં આપી હતી.

આ પ્રતિકાત્મક ભેટ દ્વારા ખાંડ અને ડુંગળીના ભાવમાં વધારા તરફ લોકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રક્ષાબંધનના તહેવાર દરમિયાન મીઠાઈની માંગ વધતી હોય છે. ખાંડના ભાવ વધવાથી પેંડા સહિતની મીઠાઈઓના ભાવ પર પણ તેની અસર જોવા મળે છે.

બીજી તરફ, ડુંગળીના વધતા ભાવને કારણે સામાન્ય પરિવારના ઘરખર્ચનું બજેટ ખોરવાઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ રીતે રાજકોટમાં રક્ષાબંધનની ઉજવણી માત્ર તહેવાર પૂરતી સીમિત ન રહી, પરંતુ જનજીવન સાથે જોડાયેલા મોંઘવારીના પ્રશ્ન તરફ ધ્યાન દોરતા રાજકીય સંદેશનું સ્વરૂપ પણ ધારણ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande