ખાંડના ભાવો નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગની સમગ્ર રાજ્યમાં ખાંડ સ્ટોકલિમીટની તપાસ શરૂ
ગાંધીનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) ખાંડના ભાવો નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગની સમગ્ર રાજ્યમાં ખાંડ સ્ટોકલિમીટની તપાસ શરૂ કરવામાં આવી છે. નિયામકની કચેરી અન અને નાગરિક પુરવઠાની તપાસ ટીમ દ્વારા 27 ઓગસ્ટ 2026ના રોજ રાજકોટ શહેર ખાતે ખાંડના વેપારીઓ અને ડીલરોન
ચેકીંગ


ગાંધીનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) ખાંડના ભાવો નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગની સમગ્ર રાજ્યમાં ખાંડ સ્ટોકલિમીટની તપાસ શરૂ કરવામાં આવી છે. નિયામકની કચેરી અન અને નાગરિક પુરવઠાની તપાસ ટીમ દ્વારા 27 ઓગસ્ટ 2026ના રોજ રાજકોટ શહેર ખાતે ખાંડના વેપારીઓ અને ડીલરોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવેલ છે.

જેમાં સ્ટોકપત્રક સાથે હાજર જથ્થાનું મેળવણું કરી સ્ટોક 4000 ક્વિન્ટલની મર્યાદામાં છે કે નહીં તે તપાસવામાં આવેલ તથા ખાંડનો જથ્થો 1 માસથી વધારે સમયથી સંગ્રહ કરવામાં આવેલ નથી તે તપાસવામાં આવેલ આ સાથે જ ખાંડના તમામ વેપારીઓ અને ડીલરોને ભારત સરકારના પોર્ટલ https://foodstock.dfpd.gov.in પર નિયમિત રીતે ખાંડનો જથ્થો અપલોડ કરવા સૂચના આપેલ. પુરવઠા વિભાગના સઘન ચેકિંગથી ખાંડની કાળાબજારી અને સંગ્રહખોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande