બોક્સ ઓફિસ પર 'જન નાયકન'નો દબદબો યથાવત.
નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.) થલાપતિ વિજયની રાજકીય એક્શન થ્રિલર ફિલ્મ ''જન નાયકન''એ રિલીઝના બીજા સપ્તાહમાં, વીકએન્ડનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. એચ. વિનોથના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની કમાણીમાં રવિવારે સારો ઉછાળો જોવા મળ્યો. જોકે, બોક્સ ઓફિસ પર ક્રિસ
ફિલ્મ


નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.) થલાપતિ વિજયની રાજકીય એક્શન થ્રિલર ફિલ્મ 'જન નાયકન'એ રિલીઝના બીજા સપ્તાહમાં, વીકએન્ડનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. એચ. વિનોથના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની કમાણીમાં રવિવારે સારો ઉછાળો જોવા મળ્યો. જોકે, બોક્સ ઓફિસ પર ક્રિસ્ટોફર નોલનની 'ધ ઓડિસી' તરફથી મળી રહેલા પડકાર વચ્ચે ફિલ્મ હજુ 200 કરોડ રૂપિયાના નેટ ક્લબથી થોડી દૂર છે.

સેકનિલ્કના આંકડા મુજબ, 'જન નાયકન'એ રિલીઝના 11મા દિવસે એટલે કે રવિવારે, 10.70 કરોડ રૂપિયાનો નેટ બિઝનેસ કર્યો. આ પહેલાં ફિલ્મે 10મા દિવસે 7.80 કરોડ અને 9મા દિવસે 3.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વીકએન્ડ દરમિયાન દર્શકોની વધતી સંખ્યાનો ફિલ્મને સીધો ફાયદો મળ્યો અને આ સાથે જ ભારતમાં તેનું કુલ નેટ કલેક્શન 175.60 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું.

ફિલ્મમાં થલાપતિ વિજય સાથે પૂજા હેગડે, બોબી દેઓલ અને મમિતા બૈજુ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળી રહ્યા છે. રાજકીય પૃષ્ઠભૂમિ પર આધારિત આ એક્શન થ્રિલરને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, પરંતુ વિજયની સ્ટાર પાવરના જોરે ફિલ્મે, બોક્સ ઓફિસ પર સતત પોતાની પકડ જાળવી રાખી છે. હવે સૌની નજર એ વાત પર છે કે, ફિલ્મ આવનારા દિવસોમાં 200 કરોડ રૂપિયાના નેટ ક્લબમાં સ્થાન બનાવી શકે છે કે નહીં.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande