ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ બે લોકો પાયલટોને DRM સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા
ભાવનગર,1 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં સુરક્ષિત રેલ પરિચાલન પ્રત્યે ઉત્કૃષ્ટ સતર્કતા, ઝડપી નિર્ણય અને કર્તવ્યનિષ્ઠાનો પરિચય આપનારા બે રેલ કર્મચારીઓને મંડળ રેલ પ્રબંધક (DRM) દિનેશ વર્મા દ્વારા DRM સંરક્ષા પુરસ્કાર (DRM Safety
ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક


ભાવનગર,1 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં સુરક્ષિત રેલ પરિચાલન પ્રત્યે ઉત્કૃષ્ટ સતર્કતા, ઝડપી નિર્ણય અને કર્તવ્યનિષ્ઠાનો પરિચય આપનારા બે રેલ કર્મચારીઓને મંડળ રેલ પ્રબંધક (DRM) દિનેશ વર્મા દ્વારા DRM સંરક્ષા પુરસ્કાર (DRM Safety Award)થી સન્માનિત કરવામાં આવ્યા. મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, ભાવનગર પરા ખાતે આયોજિત સમારોહમાં લોકો પાયલટ (મેલ એક્સપ્રેસ) કાલિદાસ જી. સિસોદિયા તથા વરિષ્ઠ સહાયક લોકો પાયલટ જગદીશ પ્રસાદ સાહુને ઓગસ્ટ 2026 દરમિયાન તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ પ્રશસ્તિપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા.

બંને કર્મચારીઓએ 27 ઓગસ્ટ 2026ના રોજ વાંસજાલિયા–રાણાવાવ રેલખંડમાં સંભવિત અકસ્માતને ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના પરિચાલન દરમિયાન આશરે 04:30 વાગ્યે, વાંસજાલિયા નજીક બ્રિજ નંબર 95 પર લોકો પાયલટ કાલિદાસ જી. સિસોદિયા અને સહાયક લોકો પાયલટ જગદીશ પ્રસાદ સાહુએ રેલવે ટ્રેકની વચ્ચે એક ઊંટ બેઠેલો જોયો. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને બંનેએ તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને સુરક્ષિત અંતરે રોકી દીધી.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના નિર્દેશાનુસાર રેલવે અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક જરૂરી સંસાધનો સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓ અને કર્મચારીઓના સંકલિત તથા ઝડપી પ્રયાસોથી ટ્રેકને સુરક્ષિત રીતે ક્લિયર કરી રેલ પરિચાલન પુનઃસ્થાપિત કરવામાં આવ્યું તેમજ ઊંટને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ બંને લોકો પાયલટોની અસાધારણ સતર્કતા, સૂઝબૂઝ અને ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરતાં જણાવ્યું કે રેલવે સંરક્ષા સુનિશ્ચિત કરવામાં કર્મચારીઓની સજાગતા અને જવાબદારી અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓના ઝડપી તથા પ્રશંસનીય પ્રયાસોની પણ સરાહના કરી.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મંડળ રેલ પ્રબંધકે પુરસ્કાર પ્રાપ્ત કરનાર કર્મચારીઓને અભિનંદન પાઠવી તેમના કાર્યને અન્ય રેલ કર્મચારીઓ માટે પ્રેરણાદાયી ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે કર્મચારીઓની પ્રતિબદ્ધતા, સતર્કતા અને કર્તવ્યનિષ્ઠા સુરક્ષિત અને સુચારુ રેલ પરિચાલનની મહત્વપૂર્ણ આધારશિલા છે.

ભાવનગર મંડળ પોતાના સજાગ અને કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓના ઉત્કૃષ્ટ કાર્યોની પ્રશંસા કરે છે. કર્મચારીઓની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી સંભવિત અકસ્માતોને રોકવાની સાથે-સાથે રેલ પરિચાલન તથા રેલવે સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળે છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande