
પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર
શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળો છવાય છે અને ક્યારેક વરસાદી છાંટા તથા ઝાપટાં પડી રહ્યાં છે, પરંતુ ખેડૂતોજે ની આતુર તાથી રાહ જોઈ રહ્યા છે તેવો ધોધમાર વરસાદ હજુ સુધી વરસ્યો નથી. ભારે વરસાદની આગાહી વચ્ચે પણ જિલ્લામાં માત્ર છૂટાછવાયા ઝાપટાં પડતાં ખેડૂતોની ચિંતા યથાવત છે.
રવિવારે રાણાવાવમાં માત્ર 4 મીમી વરસાદ નોંધાતા મેઘરાજાની રાહ વધુ લંબાઈ છે. આ વર્ષે પોરબંદર જિલ્લામાં વરસાદની સ્થિતિ શરૂઆતથી જ નબળી રહી છે. મૌસમના કુલ વરસાદના આંકડા પર નજર કરીએ તો કુતિયાણા તાલુકામાં અત્યાર સુધીમાં 267 મીમી, રાણાવાવ તાલુકામાં 125 મીમી
અને પોરબંદર તાલુકામાં માત્ર 80 મીમી
વરસાદ નોંધાયો છે. ખાસ કરીને
પોરબંદર તાલુકામાં વરસાદની અછત સૌથી વધુ જોવા મળી રહી છે. વાદળ છાયા વાતાવરણ અને હળવા ઝાપટાંથી વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક પ્રસરે છે, પરંતુ ખેતીની જરૂરિયાત પૂરી થાય તેટલું પાણી જમીનને મળી રહ્યું નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya