પાટણ જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી, લોકોને ગરમીથી આંશિક રાહત મળી
પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ રવિવાર અને સોમવારે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ખેડૂતોને રાહત મળી છે. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી આંશિક ર
પાટણ જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી, લોકોને ગરમીથી આંશિક રાહત મળી.


પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ રવિવાર અને સોમવારે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ખેડૂતોને રાહત મળી છે. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી.

પાટણ, રાધનપુર, શંખેશ્વર, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી અને સરસ્વતી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સોમવારે વહેલી સવારથી ચાણસ્મા, હારીજ અને સિદ્ધપુરમાં વરસાદ પડ્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદને પગલે ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતર લાવી બીટી કપાસ, બાજરી, મગ, અડદ, જુવાર અને ઘાસચારાનું વાવેતર કર્યું હતું. જોકે, વાવેતર બાદ વરસાદ ખેંચાતા પાકને નુકસાન થવાની ભીતિ હતી. સોમવારના વરસાદથી ખેડૂતોને પાક માટે આશા બંધાઈ છે. સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં ચાણસ્મામાં સૌથી વધુ 25 મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે શંખેશ્વરમાં 17 મિમી અને સિદ્ધપુરમાં 14 મિમી વરસાદ પડ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande