
- સંસ્કૃતિ અને વિકાસનો સુમેળ: તરણેતરના મેળામાં સૌની યોજનાઓથી લઈને ગિફ્ટ સિટી સુધીની સિદ્ધિઓ દર્શાવાઈ
સુરેન્દ્રનગર,16 સપ્ટેમ્બર (હિ.સ.) વિશ્વપ્રસિદ્ધ તરણેતરના લોકમેળામાં પધારેલા દેશ-વિદેશના પ્રવાસીઓને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ તથા રાજ્યના વિકાસની ઝાંખી કરાવવાના આશયથી માહિતી કમિશનરશ્રીની કચેરી દ્વારા આયોજિત વિકાસ પ્રદર્શન મુલાકાતીઓમાં
આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ પ્રદર્શનમાં રાજ્યમાં થયેલી સર્વાંગી વિકાસયાત્રાને આકર્ષક પ્રદર્શન બોર્ડ્સ દ્વારા દર્શાવવામાં આવી છે.
જેમાં સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સૌની યોજના અને સુજલામ સુફલામ જળ અભિયાન,30 ગીગાવોટના હાઇબ્રિડ એનર્જી પાર્ક અને પીએમ સૂર્યઘર યોજના ધરાવતું ગ્રીન પાવર્ડ ગુજરાત, દેશની પ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી ધરાવતું ફ્યુચરિસ્ટિક ગુજરાત, ભારતના પ્રથમ પ્લગ-
એન્ડ-પ્લે સ્માર્ટ સિટી ધોલેરા SIR, તથા ગ્લોબલ ફાઇનાન્સ ટેક હબ ;ગિફ્ટ સિટી; જેવી વૈશ્વિક કક્ષાની સિદ્ધિઓને સુપેરે રજૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત, નાગરિકોના આરોગ્ય સુરક્ષા કવચ સમાન આયુષ્યમાન ભારત યોજના, પારદર્શી ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત; ડિજિટલ ગવર્નન્સ,મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ, પ્રાકૃતિક કૃષિ અને યુવા રોજગાર-સ્ટાર્ટઅપ ક્ષેત્રે મેળવેલી પ્રગતિનો ચિતાર પણ આપવામાં આવ્યો છે.
તરણેતર મેળાની પૌરાણિક અને સાંસ્કૃતિક વિરાસતને અનુરૂપ પ્રદર્શન મંડપમાં તૈયાર કરાયેલું ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનું આબેહૂબ પ્રતિકૃતિ મોડેલ અને ભરતકામ વાળી રંગબેરંગી છત્રીઓ સાથેના લોકસંસ્કૃતિના કટ-આઉટ્સ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ સાથે સોમનાથ, દ્વારકા, પાવાગઢ અને અંબાજી જેવા પવિત્ર ધામોને આવરી લેતા સ્પિરિચ્યુઅલ ટૂરિઝમ, 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક વિકાસના આલેખન દ્વારા સંસ્કૃતિ અને આધુનિકતાનો સુમેળ સાધવામાં આવ્યો છે.
ડિજિટલ એલઇડી સ્ક્રીન દ્વારા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓ પર આધારિત માહિતીસભર ફિલ્મોનું પણ અહીં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ