ગણેશ મહોત્સવ અંતર્ગત યોજાઈ 'સ્પોટજોય'ની ‘મેગા પેઇન્ટિંગ પાર્ટી’
- ‘Ganesha’ થીમ સાથે વિવિધ ઉંમરના 120 સહભાગીઓએ શ્રી ગણેશને કેનવાસ પર રંગો દ્વારા અભિવ્યક્ત કર્યા. ગાંધીનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : ગણેશ મહોત્સવ અંતર્ગત ''સ્પોટજોય'' દ્વારા ‘મેગા પેઇન્ટિંગ પાર્ટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની થીમ ‘
'સ્પોટજોય'ની ‘મેગા પેઇન્ટિંગ પાર્ટી’


'સ્પોટજોય'ની ‘મેગા પેઇન્ટિંગ પાર્ટી’


'સ્પોટજોય'ની ‘મેગા પેઇન્ટિંગ પાર્ટી’


- ‘Ganesha’ થીમ સાથે વિવિધ ઉંમરના 120 સહભાગીઓએ શ્રી ગણેશને કેનવાસ પર રંગો દ્વારા અભિવ્યક્ત કર્યા.

ગાંધીનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : ગણેશ મહોત્સવ અંતર્ગત 'સ્પોટજોય' દ્વારા ‘મેગા પેઇન્ટિંગ પાર્ટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની થીમ ‘Ganesha’ રાખવામાં આવી છે, જેમાં વિવિધ ઉંમરના સહભાગીઓ પોતાની કલ્પના અને સર્જનાત્મકતા પ્રમાણે શ્રી ગણેશને કેનવાસ પર રંગો દ્વારા અભિવ્યક્ત કર્યા હતા.

કાર્યક્રમમાં અક્ષરજ્ઞાન, યુથ ફોર સેવા, હેપ્પી યુથ ક્લબ સહિત વિવિધ NGOs, એકેડેમીઝ અને સંસ્થાઓ સાથે જોડાયેલા અનેક બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કોઈ સ્પર્ધા નહોત, દરેક સહભાગીને પોતાની રીતે સર્જન કરવાની, અભિવ્યક્ત થવાની અને સાથે મળીને આનંદ માણવાની તક આપવામાં આવી હતી. આ સમગ્ર Mega Painting Partyના આયોજન અને સંકલનમાં જાણીતા આર્ટિસ્ટ ધાર્મિક જાનીએ મુખ્ય સંયોજક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. વિવિધ સંસ્થાઓ, સ્વયંસેવકો અને સહયોગીઓના સહકારથી કાર્યક્રમ આનંદસભર વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ કોઈ ચિત્ર સ્પર્ધા નહોતી, અહીં શ્રેષ્ઠ ચિત્ર બનાવવાનો નહીં, પરંતુ સર્જન, અભિવ્યક્તિ અને સાથે મળીને આનંદ માણવાનો ઉત્સવ હતો. અનુભવી કલાકારથી લઈને પહેલીવાર બ્રશ હાથમાં લેનાર વ્યક્તિ સુધી સૌ માટે આ એક ખુલ્લો અને આનંદદાયક અનુભવ હતો. SpotJoyનો પ્રયાસ સ્પર્ધાથી આગળ વધીને અભિવ્યક્તિ, ભાગીદારી અને togetherness દ્વારા દરેક વ્યક્તિને પોતાનો Joy discover કરવાની તક આપવાનો હતો.

સ્પોટજોય એ રિક્રિએશન, એક્સપ્રેશન અને ટુગેધરનેસ દ્વારા લોકોને જોડતું એક પ્લેટફોર્મ છે. સંગીત, કલા, રમતગમત, ફિટનેસ, વેલનેસ, આઉટડોર પ્રવૃત્તિઓ સહિત વિવિધ માધ્યમો દ્વારા લોકોને પોતાની પસંદગીની પ્રવૃત્તિમાં જોડાવાની અને સાથે મળીને આનંદ માણવાની તકો ઊભી કરવામાં આવે છે. અહીં સ્પર્ધા કે પરફેક્શન કરતાં ભાગીદારી અને અભિવ્યક્તિને વધુ મહત્વ આપવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં SpotJoy દ્વારા કરાઓકે, સિંગિંગ & મ્યુઝિક, પેઇન્ટિંગ પાર્ટી, યોગા, સ્પોર્ટ્સ, હાઈકિંગ સહિત વિવિધ રિક્રેએશનલ એકટીવીટીઝ યોજવામાં આવી છે. આ પ્રવૃત્તિઓ દ્વારા અલગ-અલગ ઉંમર અને રસ ધરાવતા લોકોને જોડીને સક્રિય કૉમ્યૂનિટીઝ વિકસાવવામાં આવી રહી છે.

આ પ્રસંગે SpotJoyના પ્રણેતા વીરેન સંઘાડિયાએ જણાવ્યું હતું કે,

“SpotJoy રિક્રેએશનને દરેક વ્યક્તિના જીવનનો નિયમિત અને સહજ ભાગ બનાવવાની દિશામાં એક નવી ચળવળ ઊભી કરવા પ્રતિબદ્ધ છે. કલા, ક્રાફ્ટ, સંગીત, રમતગમત, ફિટનેસ, આઉટડોર પ્રવૃત્તિઓ સહિત વિવિધ માધ્યમો દ્વારા દરેક પેઢીના લોકોને સતત જોડાવાની, પોતાની અભિવ્યક્તિ કરવાની અને સાથે મળીને આનંદ માણવાની તકો ઉપલબ્ધ કરાવવી એ અમારું લક્ષ્ય છે. આગામી સમયમાં SpotJoy વધુ રિક્રેએશનલ કૉમ્યૂનિટીઝ, આર્ટિસ્ટ્સ, NGOs, એકેડેમીઝ, કોર્પોરેટસ અને એકટીવીટી પાર્ટનર્સને જોડીને આવી વિવિધ પ્રવૃત્તિઓ અને મોટા કૉમ્યૂનિટી ઇવેન્ટ્સનું આયોજન કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande