શંખેશ્વર નજીક નાયરા પેટ્રોલપંપ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવતીનું મોત
પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.)શંખેશ્વર તાલુકાના ખીજડીયારી ગામની 21 વર્ષીય કાજલબા બહાદુરસિંહ વહેલી સવારે ગાંધીનગર જવા માટે પોતાના કૌટુંબિક ભાઈની રિક્ષામાં બેસીને શંખેશ્વર તરફ આવી રહ્યા હતા. શંખેશ્વર નજીક નાયરા પેટ્રોલપંપ પાસે સામેથી આવી રહેલા અજાણ્યા વ
શંખેશ્વર નજીક નાયરા પેટ્રોલપંપ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવતીનું મોત


શંખેશ્વર નજીક નાયરા પેટ્રોલપંપ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવતીનું મોત


પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.)શંખેશ્વર તાલુકાના ખીજડીયારી ગામની 21 વર્ષીય કાજલબા બહાદુરસિંહ વહેલી સવારે ગાંધીનગર જવા માટે પોતાના કૌટુંબિક ભાઈની રિક્ષામાં બેસીને શંખેશ્વર તરફ આવી રહ્યા હતા.

શંખેશ્વર નજીક નાયરા પેટ્રોલપંપ પાસે સામેથી આવી રહેલા અજાણ્યા વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં રિક્ષામાં પાછળ બેઠેલા કાજલબા બહાર ફેંકાઈ ગયા હતા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

બનાવની જાણ થતાં શંખેશ્વર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને શંખેશ્વર સી.એચ.સી. ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે રિક્ષા ચાલક ખુમાનસિંહ દોલતસિંહ પરમારની ફરિયાદના આધારે શંખેશ્વર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande