તરણેતરના મેદાનમાં ગુંજ્યો ‘ગર્લ પાવર’: વોલીબોલ, કબડ્ડી અને રસ્સાખેંચમાં મહિલા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
સુરેન્દ્રનગર,16 સપ્ટેમ્બર (હિ.સ.) સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર અંતર્ગત જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, સુરેન્દ્રનગર અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે તરણેતર ગ્રામીણ ઓલિમ્પિક 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યભરમાંથી આ
tarnetar Rural Olympics women kabbadi


સુરેન્દ્રનગર,16 સપ્ટેમ્બર (હિ.સ.) સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર અંતર્ગત જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, સુરેન્દ્રનગર અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે તરણેતર ગ્રામીણ ઓલિમ્પિક 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યભરમાંથી આવેલા ખેલાડીઓ

પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરી રહ્યા છે. આ સ્પર્ધામાં ખાસ કરીને મહિલા ખેલાડીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો છે.

રાજકોટથી આવેલી વોલીબોલ ખેલાડી અર્શાલી બાલાસરા અને તેમની ટીમે વોલીબોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ રમત દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ગ્રામીણ ઓલિમ્પિક્સમાં વોલીબોલ ઉપરાંત કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ જેવી વિવિધ પરંપરાગત રમતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આવા ગ્રામીણ ઓલિમ્પિક્સના આયોજનથી સ્થાનિક ખેલાડીઓને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે આગળ

વધવાની અને સારું પ્રદર્શન કરવાની સુવર્ણ તક મળે છે.

આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વડોદરા, સાણંદ, જૂનાગઢ અને સુરત સહિત રાજ્યના ખૂણે-ખૂણેથી મોટી સંખ્યામાં ખેલાડીઓ તરણેતર ખાતે પહોંચ્યા હતા. મેળાના ત્રીજા દિવસે 16મી તારીખે કુસ્તી અને રસ્સાખેંચ જેવી દેશી અને રોમાંચક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ બહોળા પ્રમાણમાં ખેલાડીઓ ભાગ લેશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande