ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો
- હરિકેશ પટેલનો પાસપોર્ટ 2023ના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં જમાં. - નવા પાસપોર્ટની અરજી કરીને 2024માં બીજો પાસપોર્ટ મેળવ્યો હતો અને 5થી વધુ દેશ ફરી આવ્યો. અમદાવાદ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતા પટેલનો દીકરો હરિકેશ
Gujarat Mahila Congress state president's son caught with fake passport


- હરિકેશ પટેલનો પાસપોર્ટ 2023ના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં જમાં. - નવા પાસપોર્ટની અરજી કરીને 2024માં બીજો પાસપોર્ટ મેળવ્યો હતો અને 5થી વધુ દેશ ફરી આવ્યો.

અમદાવાદ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) :

મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતા પટેલનો દીકરો હરિકેશ પટેલ નકલી પાસપોર્ટના કેસમાં ઝડપાયો છે. આરોપીનો પાસપોર્ટ ઇડીના કેસમાં જમા હોવા છતા આરોપીએ અન્ય રાજ્યમાંથી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. નકલી પાસપોર્ટના આધારે આરોપી અલગ-અલગ દેશભરમાં ફરવા પણ ગયો હતો. ગુજરાત એટીએસએ આરોપી હરિકેશ પટેલની ધરપકડ કરી છે.

ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, હરિકેશ પ્રણવ પટેલ એ નકલી પાસપોર્ટ બનાવ્યો છે, જેથી એટીએસએ સાયન્સ સિટી પાસેથી હરિકેશ પટેલની ધરકકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી 2023ના ઇડીના મની લોન્ડ્રીંગ કેસમાં સંડોવાયેલો હતો, જેથી આરોપીનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો.

આ દરમિયાન આરોપીને આગોતરા જામીન માટે અરજી કરતા જામીન મળી ગયા હતા, પરંતુ બાદમાં ઇડીએ જામીન રદ કરાવ્યા હતા. આ દરમિયાન આરોપીએ ગુજરાતનો પાસપોર્ટ હોવા છતાં નકલી પાસપોર્ટ બનાવ્યો હતો.

આરોપીએ દુબઈના મિત્ર દ્વારા દિલ્હીના એજન્ટનો સંપર્ક કર્યો હતો. આરોપીએ 25 લાખ એજન્ટને આપીને આગ્રામાં ભાડે રહેતો હોવાનો એગ્રીમેન્ટ કર્યો હતો. જે બાદ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી ફરિયાદ કરી હતી, જે ફરિયાદ અને ખોટા રેંટ એગ્રીમેન્ટના આધારે ગાઝિયાબાદ આરપીઓ કચેરીમાં નવા પાસપોર્ટની અરજી કરીને 2024માં બીજો પાસપોર્ટ મેળવ્યો હતો.

ભૂતાન અને નેપાળથી આરોપી બેંગકોક,દુબઇ,સિંગાપોર, સહિતના દેશમાં ફરવા જતો હતો. આરોપી લાંબા સમય સુધી દુબઈમાં પણ રોકાયો હતો. આરોપી ફરીથી નાણાકીય ફ્રોડ કરવાની ફિરાકમાં જ હતો તે અગાઉ એટીએસએ આરોપીની ધરપકડ કરી છે. આ અંગે એટીએસ દ્વારા ઇડીને પણ જાણ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હરિકેશ પટેલ વિરુદ્ધ અગાઉ નારણપુરા અને ક્રાઈમ બ્રાન્ચના છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જેમાં ધરપકડ પણ કરવામાં આવી હતી.

આરોપીનું શાહીબાગ અને સાયન્સ સિટીમાં મકાન આવેલું છે. આરોપીના નામે ઘણી કંપનીઓ રજીસ્ટર્ડ છે, જેમાંથી કેટલીક ખોટી કંપનીઓ પણ રજીસ્ટર્ડ છે જેના નામે ફ્રોડ કરવામાં આવતું હતું. આરોપીના મ્યુલ એકાઉન્ટ પણ હતા જેની તપાસ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande