
પાટણ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણના ઐતિહાસિક પદ્મનાથ મંદિર પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રકૃતિ જતન અને પર્યાવરણ રક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રભારી સત્યેનભાઈ કુલબકર, શહેર પ્રમુખ હર્ષ પટેલ, સંયોજક ભુદરભાઈ જોષી, શહેર મહામંત્રી જીગ્નેશ સોની અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિરલબેન પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અગ્રણીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ રક્ષણનો સંકલ્પ લીધો હતો. મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમ થકી હરિયાળી વધારવા અને પ્રકૃતિ સંવર્ધન માટે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ