
પાટણ, 17 સપ્ટેમ્બર (હિ.સ.)રાધનપુર-પાટણ NH-68 માટે જમીન સંપાદનના જાહેરનામા સામે પાટીદાર કિસાન સેના અને અસરગ્રસ્ત ખેડૂતોએ ચિટનિશ ટુ કલેક્ટર ફળજી ચૌધરીને વાંધા અરજી સુપ્રત કરી હતી. પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
રાજપુર, અનાવાડા, સાંડેસરપાટી અને બકરતપુરાના ખેડૂતોને જમીન કપાતની ચિંતા છે. DP અને TP સ્કીમ બાદ હાઈવે માટે જમીન ગુમાવવાની આશંકા સાથે શહેરના અર્બન પ્લાનિંગ, અકસ્માત અને પ્રદૂષણ અંગે ભીતિ વ્યક્ત કરાઈ છે.
ખેડૂતોની માંગ છે કે નવી ડ્રાફ્ટ જંત્રી-2024ના આધારે જમીનના ૪ થી ૬ ગણા વળતરની ગણતરી કરવામાં આવે. રાજપુરમાં એક વીઘાનો બજારભાવ અંદાજે ૫ કરોડ હોવાનો દાવો કરાયો છે.
ખેડૂતોની હાજરીમાં સંયુક્ત સ્થળ માપણી (Joint Survey) કરવાની માંગ કરાઈ છે. કિંમતી ખેતીની જમીન બચાવવા હયાત રસ્તા અથવા સરકારી ખરાબાની જમીનનો ઉપયોગ કરવા સૂચન કરાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ