ગાંધીધામમાં હરિયાળીનો સંકલ્પ: મનપા દ્વારા 500 રોપાઓનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : શહેરના વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું તથા સ્વસ્થ વાતાવરણ મળી રહે તે દિશામાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. “સેવા મારું યોગદાન” અભિયાન અ
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણની કામગીરી


ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણની કામગીરી


કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : શહેરના વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું તથા સ્વસ્થ વાતાવરણ મળી રહે તે દિશામાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. “સેવા મારું યોગદાન” અભિયાન અંતર્ગત ક્રેમેટોરિયમની બાજુમાં યોજાયેલા આ વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર તેમજ મહાનગરપાલિકાના કોર્પોરેટરઓની ઉપસ્થિતિમાં કુલ 500 રોપાઓ વાવવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ આ પર્યાવરણલક્ષી અભિયાનમાં સક્રિય રીતે જોડાઈને વૃક્ષારોપણની કામગીરીમાં સહભાગી બન્યા હતા. સ્થળ પર રોપાઓનું વાવેતર કરી શહેરને વધુ હરિયાળું બનાવવાના પ્રયાસોને વેગ આપવામાં આવ્યો હતો.

વૃક્ષારોપણ માત્ર રોપાઓ વાવવા પૂરતું સીમિત ન રહે પરંતુ તેનું યોગ્ય જતન અને સંરક્ષણ પણ એટલું જ મહત્વનું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વાવેલા રોપાઓની નિયમિત માવજત, પાણી અને જાળવણી સાથે તેમને વૃક્ષ સ્વરૂપે વિકસાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં હરિયાળી વધારવાથી પર્યાવરણની ગુણવત્તા સુધારવા સાથે નાગરિકોને પણ વધુ સ્વચ્છ અને સુખદ વાતાવરણ મળી શકે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.

“સેવા મારું યોગદાન” અંતર્ગત યોજાયેલી આ પ્રવૃત્તિમાં વૃક્ષોને શહેરના કુદરતી વારસાનો મહત્વપૂર્ણ હિસ્સો ગણાવી પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વૃક્ષો હવા શુદ્ધ કરવામાં, ગરમી ઘટાડવામાં અને કુદરતી સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે શહેરી વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત પણ ઉજાગર થઈ છે.

ગાંધીધામ મહાનગરપાલિકાની આ પહેલ દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. “વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો”ના સંદેશ સાથે શહેરને વધુ હરિયાળું બનાવવામાં સામૂહિક ભાગીદારી જરૂરી હોવાનું પણ આ કાર્યક્રમથી સ્પષ્ટ થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande