




પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ
અભિયાન’ અંતર્ગત પોરબંદરના વિવિધ સ્થળોએ ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન
મોઢવાડિયા સહભાગી થયા હતા.
આ
પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
નેતૃત્વમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા દેશના નાગરિકોને સુરક્ષા અને સહયોગ
મળી રહ્યો છે. આ પ્રસંગે તેમના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
પોરબંદર
શહેરમાં અસ્માવતી ઘાટ ખાતે ખારવા સમાજ દ્વારા ઘાટ તેમજ દરિયામાં ઊભેલી હોળીઓમાં
દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સુદામા મંદિરના પ્રાંગણ, લખ ચોરાસી પરિક્રમા સ્થળ, પેરેડાઈઝ ફુવારા પાસે ડૉ. બાબાસાહેબ
આંબેડકરની પ્રતિમા સ્થળે તેમજ ઝુડેશ્વર મહાદેવ મંદિર, ઝુંડાળા ખાતે પણ દીપ પ્રાગટ્ય કરવામાં
આવ્યું હતું. અને જન પ્રતિનિધિઓ, નાગરિકો, સમાજના અગ્રણીઓ અને ગરીબ કલ્યાણ
યોજનાના લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમના પ્રત્યે કૃતજ્ઞતા
વ્યક્ત કરી હતી. અને ઉપસ્થિત સૌએ દેશની પ્રગતિ અને જનકલ્યાણ માટે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી સેવાયાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે
પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજા, કમિશનર ટી.સી તીરથાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી સહિત જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં
નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya