


પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના
અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો
હતો. આ અંતર્ગત પોરબંદર જિલ્લાના તમામ વાજબી ભાવની દુકાનદારો તેમજ પ્રધાનમંત્રી
ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના લાભાર્થીઓ દ્વારા ‘આશીર્વાદનો દીવો’
પ્રગટાવી વડાપ્રધાનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ
પ્રસંગે લાભાર્થીઓએ સરકારની કલ્યાણકારી યોજનાઓ થકી જરૂરિયાતમંદ પરિવારોને મળતી
અન્નસુરક્ષાની સુવિધા બદલ વડાપ્રધાનનરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવી શુભેચ્છાઓ
પાઠવી હતી.
સેવા
સંકલ્પ અભિયાન અન્વયે સપ્ટેમ્બર-2026 માસ દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન
યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને ઘઉં, ચોખા અને બાજરીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા
વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ વાજબી ભાવની દુકાનો મારફતે લાભાર્થીઓને અનાજનું
વિતરણ કરી સરકારની આ કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચાડવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya