



રાહ જોયા વગર કામ પૂરું કરવાનો ક્રેઝ પાર્ક ગાડીની આસપાસ જ બ્લોક ચણી દેવાયા!
હવે ગાડી ક્રેનથી નીકળશે કે બ્લોક તોડીને ભરૂચમાં કોન્ટ્રાક્ટરની ‘ટોપ લેવલ’ બેદરકારી છતી થઈ
દુનિયાની આઠમી અજાયબી જોવા મળી ભરૂચમાં કોન્ટ્રાકટર અને અધિકારીઓની કલાકારી જોવા મળી
ભરૂચ 18 સપ્ટેમ્બર (હિ.સ.)
ભરૂચની ગીતાપાર્ક સોસાયટીમાં પેવર બ્લોકની કામગીરી દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં પાર્ક કરેલી ગાડીની આસપાસ જ બ્લોકની બોર્ડર બનાવી દેવાતાં લોકોમાં હાસ્ય અને વિવાદ સર્જાયો છે.તંત્ર અને કોન્ટ્રાક્ટરની અનોખી 'કામગીરી'નો કિસ્સો ભરૂચમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પાર્ક કરેલી કાર જ પેવર બ્લોકની વચ્ચે આવી ગઈ. રસ્તા અને પેવર બ્લોકના કામમાં કોન્ટ્રાક્ટરોની આડેધડ કામગીરી વધુ એક વખત ચર્ચાનો વિષય બની છે.
ભરૂચની ગીતાપાર્ક સોસાયટી નજીક પેવર બ્લોક નાખવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન GJ 10 AP 2507 નંબરની પિજોટ લીનીયા કાર અગાવથી ત્યાં જ પાર્ક કરેલી હતી. કારચાલકને શોધવા કે ગાડી ખસેડવાની તસદી લીધા વિના જ કોન્ટ્રાક્ટરે ઉતાવળમાં ગાડીની ફરતે જ પેવર બ્લોકની બોર્ડર બનાવી દીધી હતી! હવે સવાલ એ ઊભો થાય છે કે ગાડીને ક્રેનથી બહાર કાઢવામાં આવશે કે પછી ભરૂચની પરંપરા મુજબ બ્લોક તોડીને કામ પૂરું કરાશે?
ભરૂચના ગીતાપાર્ક વિસ્તારમાં ચાલી રહેલા પેવર બ્લોકના કામમાં કોન્ટ્રાક્ટરની 'સ્માર્ટ વર્ક' સામે આવી છે. રસ્તા પર પાર્ક કરેલી ગાડી ખસેડાવવાને બદલે કોન્ટ્રાક્ટરે કારની ચારેય તરફ જ બ્લોક ગોઠવી દીધા. આ દ્રશ્ય જોઈને સ્થાનિકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. હવે કારમાલિક ગાડી કેવી રીતે બહાર કાઢશે તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે.
ગીતાપાર્ક સોસાયટી પાસે પેવર બ્લોક નાખતી વખતે એક ગાડી આડે આવી રહી હતી. કામ અટકાવવાને બદલે કોન્ટ્રાક્ટરે ગાડીની ફરતે બોર્ડર ચણી દીધી. આ ઘટના બાદ હવે પ્રજા પૂછી રહી છે કે શું આ કારને હવે ક્રેનથી એરલિફ્ટ કરવી પડશે કે પછી બનાવેલા બ્લોક તોડીને ફરીથી પ્રજાના પૈસાનો બગાડ કરાશે?
ભરૂચની ગીતાપાર્ક સોસાયટી નજીક કાગળ પર કામ પૂરું બતાવવાની ઉતાવળમાં કોન્ટ્રાક્ટરે મોટો છબરડો વાળ્યો છે. રસ્તા પર ઊભેલી ગાડી હટાવ્યા વગર જ પેવર બ્લોક પાથરી દેવાયા. હવે આ ગાડી બહાર કાઢવા માટે કાં તો ક્રેન બોલાવવી પડશે અથવા તો નવા જ બનાવેલા બ્લોક તોડવા પડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ