નવદુર્ગા મંદિર ખાતે મહારાષ્ટ્ર સમાજ વેરાવળ આયોજીત સાર્વજનિક ગણેશ ઉસત્વ
ગીર સોમનાથ 18 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતે ગણેશ ઉત્સવ પ્રસંગે વેરાવળ હાઉસિંગ સોસાયટી નવદુર્ગા મંદિર ખાતે મહારાષ્ટ્ર સમાજ વેરાવળ આયોજીત સાર્વજનિક ગણેશ ઉસત્વ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં ગણેશજીની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં
નવદુર્ગા મંદિર ખાતે  મહારાષ્ટ્ર સમાજ


ગીર સોમનાથ 18 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતે ગણેશ ઉત્સવ પ્રસંગે વેરાવળ હાઉસિંગ સોસાયટી નવદુર્ગા મંદિર ખાતે મહારાષ્ટ્ર સમાજ વેરાવળ આયોજીત સાર્વજનિક ગણેશ ઉસત્વ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં ગણેશજીની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હતો અને ગણપતિ બાપા મોરિયા ના ગુંજ સાથે નારા ગુજી ઉઠ્યા હતા.

આ પ્રસંગે શહેરના ધર્મ પ્રેમી જનતા પણ હાજરી આપી હતી. વેરાવળ-પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુ કુહાડાના વરદ હસ્તે ભગવાન ગણેશ મહારાજની આરતી, બાલાભાઈ મરાઠા તથા મરાઠા સમાજ ના આગેવાનો તેમજ વેરાવળ કોળી સમાજ વેલનાથ સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ અજયભાઈ ધારેચા, રમજુભાઈ દરબાર તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી અને કાર્તિકભાઈ વેત્રિવેલ સહિતના વિવિધ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તમામ કાર્યકર્તાઓ તથા હરસિદ્ધિ સોસાયટીના બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ હાજરી આપી દાદાની આરતી તેમજ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande