
જૂનાગઢ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : જુનાગઢ જિલ્લામાં કેશોદ સહિત ૯ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાયા આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ જિલ્લાના કેશોદ સહિત ૯ સ્થળોએ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્ય કેન્દ્રના સંકલનથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
જૂનાગઢ જિલ્લામાં સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતા. જિલ્લા પંચાયત જૂનાગઢની આરોગ્ય શાખા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રક્તદાન કેમ્પ અને અંગદાન પ્રતિજ્ઞા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કુલ ૯ રક્તદાન કેમ્પ યોજાયા હતા. જેમાં ૩૬૪ રક્તદાતાઓ દ્વારા ઉત્સાહપૂર્વક ૩૬૪ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું અને અંગદાન પ્રતિજ્ઞા ૨૮૨ દાતાઓ દ્વારા ભવિષ્યમાં અંગદાન કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ