
Gujarat, 18 સપ્ટેમ્બર (હિ.સ.)
જૂનાગઢ, તા. ૧૮, જૂનાગઢ પ્રેમાનંદ વિદ્યામંદિર ખાતે આજે ‘વિકસિત ભારત’ અંતર્ગત ‘Indian Energy Basket – Prospects and Challenges’ શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારી માધ્યમિક શાળા, બામણગઢની વિદ્યાર્થીની હેમાંશી ગોરધનભાઈ મકવાણાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ‘વિકસિત ભારતની સંભાવનાઓ અને પડકારો’ વિષય પર અસરકારક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
વિદ્યાર્થીની હેમાંશી મકવાણાએ વિષયની સમજ તથા અસરકારક રજૂઆતની શૈલીથી ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમના પ્રેઝન્ટેશન અને પ્રતિભાને બિરદાવતાં બ્રહ્માનંદ સાયન્સ સેન્ટર, જૂનાગઢ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવી. આ પ્રસંગે સરકારી માધ્યમિક શાળા, બામણગઢના આચાર્ય તથા શિક્ષકગણ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને નિજી જીવનમાં ખૂબ આગળ વધવાની શુભકામના પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ