વલસાડમાં પંચલાઈ ટેકરી ફળિયામાં ખેતરમાંથી વિદેશી દારૂ ઝડપાયો
વલસાડ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર દેશી-વિદેશી દારૂની પ્રવૃત્તિ સામે એલ.સી.બી. દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પંચલાઈ ટેકરી ફળિયામાં એક ખેતરની ખુલ્લી જગ્યામાં સંતાડેલો રૂ.75,476ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્
ખેતરમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો


વલસાડ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર દેશી-વિદેશી દારૂની પ્રવૃત્તિ સામે એલ.સી.બી. દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પંચલાઈ ટેકરી ફળિયામાં એક ખેતરની ખુલ્લી જગ્યામાં સંતાડેલો રૂ.75,476ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, એલ.સી.બી. વલસાડની ટીમ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ અંગે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહને મળેલી બાતમીના આધારે પંચલાઈ ટેકરી ફળિયામાં રવીભાઈ શંભુભાઈ પટેલના ઘરની પાછળ આવેલા ઢોર બાંધવાના ઓરડાની પાછળના ભાગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જશુબેન પત્ની ભગુભાઈ ભીખાભાઈ પટેલના ખેતરની ખુલ્લી જગ્યામાં કાળા રંગની પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. થેલીઓની તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટની વ્હિસ્કી તથા બીયરની ટીન-બોટલો મળી આવી હતી.

પોલીસે કુલ 336 નંગ દારૂની બોટલ/બીયરની ટીન, કુલ 106.560 લીટર, અંદાજિત કિંમત રૂ.75,476નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કર્યો હતો.

દારૂનો જથ્થો ખેતરમાં સંતાડી રાખનાર એક અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહ દ્વારા ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કબજે કરાયેલ મુદ્દામાલ વધુ તપાસ માટે ડુંગરી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ કામગીરી એલ.સી.બી. વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જી. વસાવા તથા પોલીસ સ્ટાફ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande