




પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાનનરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના
અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત પોરબંદર
જિલ્લામાં આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્થળોએ મેગા રક્તદાન શિબિરનું
આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર
શહેરમાં બોખીરા સુદામા ડેરીના સહયોગથી મહેર સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો
હતો. વડાપ્રધાનનરેન્દ્ર મોદીના જનસેવાના 25
વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ
ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રક્તદાન
શિબિર દરમિયાન રક્તદાતાઓમાં સેવા અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના જોવા મળી
હતી. એકત્રિત કરાયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે.આ
રકતદાન કેમ્પના આયોજન પ્રસંગે જિલ્લા કલેકટર એસ. સી.ધાનાણી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત
રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya