
પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : બગવદર
પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મોટરસાઇકલ ચોરીના બે અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે
આરોપીને ઝડપી પાડ્યો છે. LCBને મળેલી બાતમીના આધારે રાણાવાવના શખ્સને બખરલા ગામથી બોરીચા
ગામ તરફ જતા રસ્તા પરથી ઝડપી પાડવામાં
આવ્યો હતો.
તા. 16 મે 2025ના રોજ બગવદર ગામના મોઢવાડા રોડ પર આવેલી સૂર્યપાર્ક સોસાયટીમાં રહેતા 70 વર્ષીય લખમણ હરદાસભાઈ કેશવાલાની Honda Shine ગ્રેકલરની મોટરસાઇકલ GJ-25-AD-6027, કિંમત રૂ.45 હજાર, મકાનની ડેલી માંથી રાત્રિના સમયે ચોરી થઈ હતી. આ બાઇક બાદમાં ગોંડલ
ખાતેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ ઉપરાંત 8 ઓગસ્ટ 2025ના રોજ ખાંભોદર ગામના ટિંબડિયુ સીમ વિસ્તારમાં રહેતા 47 વર્ષીય રામ
અરશીભાઈ ઓડેદરાની Hero
Maestro સફેદ કલરની મોટરસાઇકલ GJ-25-N-0930, કિંમત રૂ.15 હજાર, મધુવન હોટલના પાર્કિંગ માંથી ચોરાઈ હતી. આ મોટરસાઇકલ પણ કિંદરખેડા ખાતેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જૂનાગઢ રેન્જના DIG રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક
ભગીરથસિંહ જાડેજાની સૂચના તેમજ LCB I/C PI આર.કે.કાંબરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ
પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ASI ગોવિંદભાઈ મકવાણા, HC સલીમભાઈ પઠાણ અને લક્ષ્મણભાઈ ઓડેદરાને બાતમી મળી હતી કે બંને બાઇક ચોરીના
ગુનામાં સંડોવાયેલ શખ્સ બખરલા-બોરીચા રોડ પર
ઊભો છે. પોલીસે સ્થળ પર પહોંચી હારૂન
સુલેમાનભાઈ સુમરા (45, રાણાવાવ, ગોપાલપરા)ને ઝડપી લીધો હતો. પોલીસ
પૂછપરછ દરમિયાન આરોપીએ બંને મોટરસાઇકલ ચોરી કર્યાની કબૂલાત આપ્યાનું જણાવાયું છે. આરોપીને
આગળની કાર્યવાહી માટે બગવદર પોલીસ સ્ટેશનને
સોંપવામાં આવ્યો હતો. આરોપી સામે અગાઉ રાણાવાવ
પોલીસ સ્ટેશનમાં 2021ના બે ચોરીના ગુના પણ નોંધાયેલા હોવાનું જણાવાયું છે.
આ કાર્યવાહીથી બગવદર
પોલીસ સ્ટેશનના મોટરસાઇકલ ચોરીના બે
અનડીટેક્ટ ગુનાડિટેક્ટ થયા છે. સમગ્ર કામગીરીમાં LCB I/C PI આર.કે. કાંબરીયા, ASI બટુકભાઈ વિંઝુડા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા
હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya