પોરબંદરમાં સુભાષનગરના સ્મશાનમાં ગાંજાનો જથ્થો મળ્યો, એક શખ્સની ધરપકડ
પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં આવેલા સ્મશાનમાં હાર્બર મરીન પોલીસે દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન ધીરુ પરબતભાઈ રાઠોડ (45), રહે. સુભાષનગર ત્રણ ર
પોરબંદરમાં સુભાષનગરના સ્મશાનમાં ગાંજાનો જથ્થો મળ્યો, એક શખ્સની ધરપકડ


પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરના

સુભાષનગર વિસ્તારમાં આવેલા સ્મશાનમાં હાર્બર મરીન પોલીસે દરોડો

પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી

પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન ધીરુ પરબતભાઈ રાઠોડ (45), રહે. સુભાષનગર ત્રણ રસ્તા, હનુમાન મંદિર પાસે, પોરબંદર

વાળો મળી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી લીલા પાંદડા, ડાળખા, બીજ અને ફૂલના ટોપકા ધરાવતો 36 ગ્રામ

વનસ્પતિ જન્ય માદક પદાર્થ કિંમત રૂ.1,800 ગાંજો મળી આવ્યો હતો. આ ઉપરાંત રૂ.500ની કિંમતની ધાતુની તાંસળી તથા ચીલમ મળી આવતા પોલીસે ગાંજા સહિત કુલ રૂ.2,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે હાર્બર મરીન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યોછે. પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ

હાથધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande