
પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : કમલાબાગ
પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અનડીટેક્ટ અકસ્માતના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપી રિક્ષાચાલકને
ઝડપી લીધો છે. અકસ્માતના ગુનામાં માત્ર રિક્ષા ચાલક આરોપી હોવાને કારણે તેની શોધખોળ માટે પોલીસ દ્વારા
અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ ટીમો આરોપીની તપાસમાં હતી ત્યારે ASI ચેતન ગીગાભાઈ મોઢવાડીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુખાભાઈ મથુરભાઈ
જાંબુચા અને પોલીસ કોન્સ્ટેબલ બલદેવ મેરૂભાઈને ટેકનિકલ
તથા હ્યુમન સોર્સના આધારે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે આરોપીને અકસ્માતમાં ઉપયોગમાં લેવાયેલા વાહન સાથે ઝડપી પાડ્યો હતો.
પ્યાગો રિક્ષા સાથે આરોપી ઝડપાયો પોલીસે પોરબંદરના છાયા રઘુવંશી સોસાયટી, બ્લોક નં. 145 ખાતે રહેતા યોગેશ ભગવાનજીભાઈ પંચમતીયા (48)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી અકસ્માતમાં ઉપયોગમાં
લેવાયેલી પ્યાગો રિક્ષા નં. GJ-07- TT-1181 પણ કબજે લેવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી કમલાબાગ પોલીસ સ્ટેશનના PI એસ.જી. સોલંકી તથા સર્વેલન્સ PI/PSI આર.ડી. વાંદા, PSI પી.બી. ગોજીયા સહિત ASI ચેતન ગીગાભાઈ મોઢવાડીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુખાભાઈ મથુરભાઈ
જાંબુચા, પોલીસ કોન્સ્ટેબલ બલદેવ મેરૂભાઈ સહિતના પોલીસ
સ્ટાફે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya