ઉનાવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમના ભાગરૂપે ઉનાવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન
ઉનાવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ, 180 દર્દીઓએ લીધો લાભ


મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમના ભાગરૂપે ઉનાવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં કુલ 180 દર્દીઓએ નિષ્ણાત તબીબી સેવાઓનો લાભ લીધો હતો.

કેમ્પમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા પંચાયતના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.

કેમ્પ દરમિયાન વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને બાળરોગ નિષ્ણાત અને સ્ત્રીરોગ નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના બાળકો અને મહિલાઓને સ્થાનિક સ્તરે નિષ્ણાત તબીબી માર્ગદર્શન મળ્યું હતું.

આરોગ્ય કેન્દ્રના તબીબો અને સ્ટાફ દ્વારા દર્દીઓનું નિદાન કરી જરૂરી સારવાર અને આરોગ્યલક્ષી સલાહ આપવામાં આવી હતી. કેમ્પમાં નોંધણી કરાવનારા 180 જેટલા લાભાર્થીઓને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ મળી હતી. ગ્રામ્ય વિસ્તારમાં આયોજિત આ કેમ્પથી સ્થાનિક નાગરિકોને એક જ સ્થળે વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande