
ભાવનગર 25 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલમાં રાજભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર તથા અમલીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજભાષા માસ-2026નું આયોજન ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં 24 સપ્ટેમ્બર 2026ના રોજ ભાવનગર મંડલ કચેરી સ્થિત રેલવે કમ્યુનિટી હોલ ખાતે વિભાગવાર રાજભાષા હિન્દી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રદર્શનનું ઉદ્ઘાટન મંડલ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના હસ્તે અપર મંડલ રેલ પ્રબંધક ઋત્વિક શર્માની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડલના અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ વિભાગવાર પ્રદર્શનમાં ભાવનગર મંડલના કુલ 13 વિભાગોએ ભાગ લીધો હતો. વિવિધ વિભાગો દ્વારા પોતાના-પોતાના કાર્યાલયોમાં રાજભાષા હિન્દીમાં કરવામાં આવતા કાર્યો, હિન્દીના ઉપયોગ તથા રાજભાષા સંબંધિત પ્રવૃત્તિઓને આકર્ષક અને સુવ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવી હતી. પ્રદર્શનના માધ્યમથી અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા દૈનિક સરકારી કામગીરીમાં હિન્દીના અસરકારક ઉપયોગને પણ દર્શાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રદર્શનનું અવલોકન કર્યું હતું. આ પ્રદર્શનના માધ્યમથી રાજભાષા હિન્દી પ્રત્યે જાગૃતિ વધારવા તેમજ દૈનિક કચેરીય કામગીરીમાં હિન્દીના વધુમાં વધુ ઉપયોગ માટે સકારાત્મક વાતાવરણનું નિર્માણ થયું હતું.
ભાવનગર મંડલમાં 01 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 સુધી રાજભાષા માસ-2026 અંતર્ગત વિવિધ રાજભાષા સંબંધિત કાર્યક્રમો તથા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રવૃત્તિઓનો હેતુ અધિકારીઓ તથા કર્મચારીઓને હિન્દીના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ રાજભાષા નીતિના અસરકારક અમલીકરણને વધુ સુદૃઢ બનાવવાનો છે.
મંડલ રેલ પ્રબંધક દિનેશ વર્માના કુશળ માર્ગદર્શન તથા અપર મંડલ રેલ પ્રબંધક ઋત્વિક શર્માના નેતૃત્વ હેઠળ રાજભાષા વિભાગ દ્વારા રાજભાષા માસ-2026ના કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજભાષા અધિકારી રામપ્રીત મૌર્ય તથા મંડલ વિદ્યુત ઇજનેરના અધિનસ્થ રાજભાષા ટીમ દ્વારા આ કાર્યક્રમોના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી રહી છે. ભાવનગર મંડલ દ્વારા રાજભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર, ઉપયોગ તથા અસરકારક અમલીકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ