અંબાજી પદયાત્રામાં ખેરાલુનો ‘પિઝ્ઝા કેમ્પ’: એક દિવસમાં 4થી 5 હજાર સ્લાઇસનો ધમધમાટ, માઈભક્તોમાં ભારે ક્રેઝ
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : અંબાજી ભાદરવી પૂનમના મેળા તરફ જતા પદયાત્રીઓ માટે ખેરાલુના ગઢવાડા સમાજ દ્વારા અનોખો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સેવા કેમ્પમાં ચા-નાસ્તો, લસ્સી અને ભોજન પીરસવામાં આવે છે, ત્યારે આ કેમ્પમાં પદયાત્રીઓને
અંબાજી પદયાત્રામાં ખેરાલુનો ‘પિઝ્ઝા કેમ્પ’: એક દિવસમાં 4થી 5 હજાર સ્લાઇસનો ધમધમાટ, માઈભક્તોમાં ભારે ક્રેઝ


અંબાજી પદયાત્રામાં ખેરાલુનો ‘પિઝ્ઝા કેમ્પ’: એક દિવસમાં 4થી 5 હજાર સ્લાઇસનો ધમધમાટ, માઈભક્તોમાં ભારે ક્રેઝ


મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : અંબાજી ભાદરવી પૂનમના મેળા તરફ જતા પદયાત્રીઓ માટે ખેરાલુના ગઢવાડા સમાજ દ્વારા અનોખો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સેવા કેમ્પમાં ચા-નાસ્તો, લસ્સી અને ભોજન પીરસવામાં આવે છે, ત્યારે આ કેમ્પમાં પદયાત્રીઓને પિઝ્ઝા પીરસવામાં આવે છે. પાંચ દિવસ ચાલતા કેમ્પમાં એક દિવસ ખાસ પિઝ્ઝા સેવા માટે રાખવામાં આવે છે, જેમાં આશરે 4થી 5 હજાર સ્લાઇસનું વિતરણ થાય છે.

પિઝ્ઝા પીરસવાના દિવસે કેમ્પમાં પદયાત્રીઓની ખાસ ભીડ જોવા મળે છે. યુવાનો સહિત વિવિધ ઉંમરના માઈભક્તો પિઝ્ઝાની સેવા લે છે. કેમ્પના સભ્યોના જણાવ્યા મુજબ, શરૂઆતમાં એક દિવસ પિઝ્ઝા પીરસવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. પદયાત્રીઓ તરફથી સારો પ્રતિસાદ મળતા આગામી વર્ષે પિઝ્ઝાની સેવા વધુ દિવસો સુધી કરવાનો વિચાર છે.

આ પાંચ દિવસીય કેમ્પ 24 કલાક ચાલુ રહે છે. અહીં પૌવા, ચા, કોફી, ગરમ દૂધ અને લસ્સી સહિતની સેવા પણ આપવામાં આવે છે. પાંચ દિવસ દરમિયાન વિવિધ પીણાં અને નાસ્તા માટે આશરે 10થી 15 હજાર લીટર દૂધનો ઉપયોગ થાય છે.

કેમ્પની વ્યવસ્થા માટે આશરે 50 સ્વયંસેવકોની ટીમ કાર્યરત છે. રસોડું, નાસ્તો, પીરસવાની કામગીરી અને અન્ય વ્યવસ્થા સ્વયંસેવકો સંભાળે છે. પિઝ્ઝાની અનોખી સેવા અને મોટા પ્રમાણમાં વિતરણને કારણે ખેરાલુનો આ કેમ્પ અંબાજી જતા પદયાત્રીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande