
ગીર સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : વેરાવળમાં રોટરી ક્લબ ઓફ વેરાવળ દ્વારા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે 'વંદે માતરમ્' ગીતના 150 વર્ષ પૂર્ણ થવા પર એક કાર્યક્રમ યોજાયો. તેમાં રાષ્ટ્રભાવના અને દેશપ્રેમને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં 'વંદે માતરમ્'ની વિશેષ પ્રસ્તુતિ, પ્રેરક વક્તવ્ય અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ. ઉપસ્થિત સૌએ ભાવપૂર્વક 'વંદે માતરમ્' ગીતનું સમૂહગાન કર્યું અને તેના ઐતિહાસિક મહત્વને યાદ કર્યું.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી બોરીચા, રોટરી ક્લબના પ્રમુખ રાજેશ જયસ્વાલ, ભરતભાઇ શાહ, ગિરીશભાઈ ઠક્કર, ભીખુભાઈ જેઠવા, અનિષભાઈ રાચ્છ, ભાવિનભાઈ નથવાણી, હાર્દિકભાઈ જયસ્વાલ, પાર્થભાઈ પાઠક, હર્ષાબેન કથીરિયા, જાગૃતિબેન કતારિયા સહિત ક્રિસ્ટલ સ્કૂલ પરિવાર હાજર રહ્યા.
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહાનુભાવોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રોટરી ક્લબ આવા પ્રસંગો દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસાવવાનો પ્રયાસ કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ