‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોગ અને ધ્યાન શિબિર યોજાઈ
- યોગ અને ધ્યાનને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ. જુનાગઢ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે યોગ અને ધ્યાન શિબિરનું આયોજન
સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત


- યોગ અને ધ્યાનને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ.

જુનાગઢ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને યોગસાધકો જોડાયા હતા.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ તથા યોગ સેવક શિશપાલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા તથા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શિબિરમાં ઉપસ્થિત નાગરિકોને યોગના વિવિધ આસનો, પ્રાણાયામ તથા ધ્યાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગાભ્યાસ દરમિયાન શરીર અને મન વચ્ચેનું સંતુલન જાળવવા, શ્વાસોચ્છવાસની યોગ્ય પદ્ધતિ અપનાવવા તેમજ નિયમિત યોગ દ્વારા દૈનિક જીવનમાં શારીરિક સ્ફૂર્તિ અને માનસિક શાંતિ જાળવવા અંગે સમજ આપવામાં આવી હતી.

આ શિબિરનો મુખ્ય હેતુ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધારવા તથા યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. આજના વ્યસ્ત જીવનમાં શારીરિક કસરતની સાથે માનસિક સ્વસ્થતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે ત્યારે યોગ અને ધ્યાન જીવનમાં પરિવર્તન લાવવામાં ઉપયોગી બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande