પાટણ નગરપાલિકાની બેઠકમાં 32 વિકાસકામોને મંજૂરી આપવામાં આવી.
પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાની કારોબારી બેઠક ચેરમેન નીલમ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં એજન્ડાના 24 અને વધારાના 8 મળી કુલ 32 કામોને મંજૂરી આપવામાં આવી હતી. બે કામોમાં સભ્યોએ વાંધો નોંધાવ્યો હતો, જ્યારે મહાનગરપાલિકા સીમા વિસ્તરણ
પાટણ નગરપાલિકાની બેઠકમાં 32 વિકાસકામોને મંજૂરી આપવામાં આવી.


પાટણ નગરપાલિકાની બેઠકમાં 32 વિકાસકામોને મંજૂરી આપવામાં આવી.


પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાની કારોબારી બેઠક ચેરમેન નીલમ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં એજન્ડાના 24 અને વધારાના 8 મળી કુલ 32 કામોને મંજૂરી આપવામાં આવી હતી. બે કામોમાં સભ્યોએ વાંધો નોંધાવ્યો હતો, જ્યારે મહાનગરપાલિકા સીમા વિસ્તરણનો મુદ્દો હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો હતો.

મંજૂર થયેલા મહત્વના કામોમાં રામનગરમાં અર્બન હેલ્થ સેન્ટર, આનંદ સરોવર રિ-ડેવલપમેન્ટ માટે DPR તૈયાર કરવું, શુદ્ધ પાણીનું વિતરણ અને વરસાદી પાણીના નિકાલના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ પબ્લિક ટોયલેટ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત, કાર્યક્રમોના વીડિયોગ્રાફી કવરેજ માટે ડ્રોન કેમેરા ખરીદવાનો પ્રસ્તાવ મંજૂર કરાયો છે.

કોર્પોરેટર મનોજ ઠાકોરે જણાવ્યું કે રામનગર વિસ્તારમાં લાંબા સમયથી આરોગ્ય સુવિધાઓનો અભાવ હતો. અર્બન હેલ્થ સેન્ટર-3 મંજૂર થતાં સ્થાનિક લોકોને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ મળી શકશે. ચેરમેન નીલમ પટેલે જણાવ્યું કે મંજૂર કરાયેલા કામો શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓ વધારવા માટે મહત્વપૂર્ણ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande