હારીજના જલારામ પાર્કમાં ગટરના પાણીથી 200થી વધુ રહીશો પરેશાન.
પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.)હારીજના જલારામ પાર્ક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાતા 200થી વધુ રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. નવા બનેલા સીસી રોડ પર પણ ઢીંચણ સમા ગંદા પાણી ભરાતા દુર્ગંધ સાથે નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જલારામ
હારીજના જલારામ પાર્કમાં ગટરના પાણીથી 200થી વધુ રહીશો પરેશાન.


પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.)હારીજના જલારામ પાર્ક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાતા 200થી વધુ રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. નવા બનેલા સીસી રોડ પર પણ ઢીંચણ સમા ગંદા પાણી ભરાતા દુર્ગંધ સાથે નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

જલારામ પાર્કના મુખ્ય રસ્તા પર છેલ્લા પાંચ વર્ષથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યા છે. તાજેતરમાં તંત્ર દ્વારા વરસાદી પાણી અને અન્ય પાઇપલાઇન નાખી સીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ નવા રોડ બાદ પણ સમસ્યા યથાવત રહેતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રહીશોનો આક્ષેપ છે કે આખો દિવસ પસાર થવા છતાં તંત્રના કોઈ અધિકારીએ સમસ્યાની નોંધ લીધી નથી. કાયમી સમસ્યાથી ત્રસ્ત રહીશોનું કહેવું છે કે જો ગટરના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેમને ઘર છોડવાની ફરજ પડી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande